સુબ્રમણ્યમ સ્વામીએ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની પ્રશંસા કરી

14 September 2021 11:36 AM
Gujarat India Politics Top News
  • સુબ્રમણ્યમ સ્વામીએ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની પ્રશંસા કરી

મોટેભાગે પક્ષની ટિકા કરનાર : હવે ગુજરાતમાં ભાજપની સત્તામાં વાપસી નિશ્ર્ચિત: ભાજપ સાંસદ

નવી દિલ્હી તા.14
છેલ્લા કેટલાંક સમયથી ભાજપથી નારાજ અને સરકારમાં રહીને સરકારની ટીકા કરનાર રાજયસભાનાં સાંસદ અને સ્પષ્ટવકતા સુબ્રમણ્યમ સ્વામીએ ગુજરાતમાં થયેલા નેતૃત્વ પરિવર્તનનું સ્વાગત કર્યું છે. તેમણે ટવીટ કર્યું છે કે આ ખુબ સારી બાબત છે કે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. હવે ગુજરાતમાં સતામાં ભાજપનું પુનરાગમન નકકી છે.

કેટલાંક રાજનીતિક નિરિક્ષકોએ જણાવ્યું હતું કે ભાજપે હાલમાં ઓછા લોકપ્રિય નેતાઓને રાજયોનાં મુખ્યમંત્રી બનાવ્યા છે. પાર્ટી રાજયોમાં નવા નેતૃત્વને ઉભુ કરવામાં આવે છે અને ઉતરાખંડના મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી પણ તેનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે સ્વામી સતત નેતૃત્વને લઈને નિર્ણયો પર ટિકાકાર રહ્યા છે. પરંતુ ગુજરાતમાં થયેલા નેતૃત્વ પરિવર્તનને આવકાર્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement