એલઆઈસીનાં સરપ્લસની શેરીંગ બાબતે બદલાઈ શકે છે નિયમો

14 September 2021 11:42 AM
Business India Top News
  • એલઆઈસીનાં સરપ્લસની શેરીંગ બાબતે બદલાઈ શકે છે નિયમો

મુંબઈ તા.14
એલઆઈસીના મેગા આઈપીઓ પૂર્વે કેન્દ્ર સરકાર શેરધારકોને સરપ્લસ ફંડને વિતરીત કરવા બાબતે નિયમોમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે. મળતી વિગત મુજબ નાણા વિભાગ અને સાર્વજનીક સંપતિ પ્રબંધન અંતનિર્મિત મુલ્યનાં આધારે પ્રસ્તાપિત રોકાણ અને સરપ્લસ શેરીંગની બાબતે કામ કરી રહી છે.

હાલ એલઆઈસીને એક વિશેષ કાયદા દ્વારા સંચાલીત કરવામાં આવે છે. જે હેઠળ એલઆઈસી પાસે ઉપલબ્ધ સરપ્લસનાં 5 ટકા શેર ધારકોનાં ફંડમાં સ્વીચ કરવાની મંજુરી છે. જયારે બાકીનાં 95 ટકા રકમ ડાયરેકટ પોલીસી ધારકોનાં કોર્ષમાં જમા કરવામાં આવે છે. તેનો ઉપયોગ પાત્ર જીવન વીમા ધારકોને પોલીસીની અંતર્ગત મળતા બોનસ અને વીમા કવરેજની ચુકવણી માટે કરવામાં આવે છે.

આઈપીઓ લાવતા પહેલા એલઆઈસીની પાસે ઉપલબ્ધ સરપ્લસમાં મુલ્યાંકનનાં સંબંધમાં અવલોકન બાદ ગણતરી કરાશે જોકે તેને પહેલેથી જ અંડર રાઈટ કરી દેવામાં આવેલ છે. કેટલીક સહયોગી વીમા પોલીસી છે જયાં બોનસની સીમાથી લાભ નકકી કરવામાં આવે છે તે યોજનાને એનાથી અસર થઈ શકે છે. એલઆઈસીની બાબતમાં આવક ફેડરલ સરકાર અને વિવિધ પોલીસી ધારકોમાં વહેંચવામાં આવે છે. લાભાંશ વિતરણ કવરેજ બદલવાની શેરધારકોને લાભ મળશે.


Related News

Loading...
Advertisement
Advertisement