સોરી, અમે નહીં રમી શકીએ: શરૂ થાય તે પહેલાં જ 15 ખેલાડીઓએ નામ પરત ખેંચી લીધા

14 September 2021 11:57 AM
Sports
  • સોરી, અમે નહીં રમી શકીએ:  શરૂ થાય તે પહેલાં જ 15 ખેલાડીઓએ નામ પરત ખેંચી લીધા

કમીન્સ, સ્ટોક્સ, બેરિસ્ટો, આર્ચર, બટલર સહિતના ખેલાડીઓ હટી જતાં ફ્રેન્ચાઈઝીઓ ચિંતામાં: ટૂર્નામેન્ટ શરૂ થવામાં હજુ પાંચ દિવસ બાકી છે તે પહેલાં હજુ અન્ય ખેલાડીઓ પણ ખસી જવાની સંભાવના

નવીદિલ્હી, ત.14
ઈજાગ્રસ્ત થવાને કારણે ઘણી વખત આઈપીએલ અને અન્ય ટૂર્નામેન્ટમાં કેલડી પોતનું નામ પરત ખેંચતાં આવ્યા છે પરંતુ જ્યારે ખેલાડી હરાજી માટે પોતાનું નામ નોંધાવે અને પછી ઈજા ન થવા છતાં પર પોતાના કોન્ટ્રાક્ટનું સન્માન કરવામાં નિષ્ફળ નિવડે એટલે ફ્રેન્ચાઈઝીને માથાનો દુ:ખાવો શરૂ થઈ જાય છે. એક વખત રદ્દ થયા બાદ હવે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે તે પહેલાં જ અનેક દિગ્ગજ ખેલાડીઓએ પોતાનું નામ પરત ખેંચી લેતાં ક્રિકેટરસિકોની સાથે સાથે ફ્રેન્ઝાઈઝીઓમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે.

અત્યાર સુધીમાં 15 ખેલાડીઓ એવા છે જેમણે આઈપીએલ નહીં રમવાનો નિર્ણય લઈ પોતાનું નામ પરત ખેંચી લીધું છે. આ ખેલાડીઓમાં સૌથી પહેલું નામ આવે છે ઓસ્ટ્રેલિયન સ્પીનર એડમ ઝેમ્પાનું. બેંગ્લોરના આ ખેલાડીએ મેમાં ભારતમાં કોવિડ-19ની બીજી લહેર વચ્ચે બાયો-બબલથી લાગી રહેલા થાકનો હવાલો આપીને નામ પરત ખેંચી લીધું હતું. પ્રથમ સ્ટેજમાં ઝેમ્પા એક પણ મેચ રમ્યો નહોતો.

આ ઉપરાંત બેંગ્લોરનો ખેલાડી ડેનિયલ સેમ્સ, રાજસ્થાન તરફથી રમતાં એન્ડ્રુ ટાય, બેંગ્લોર તરફથી રમતાં જોશ ફિલીપ, રાજસ્થાન રોયલ્સના બેન સ્ટોક્સ, રાજસ્થાન રોયલ્સના જોશ બટલર, પંજાબ કિંગ્સના ડેવિડ મલાન, સનરાઈઝર્સ હૈદરાબાદથી રમતાં જોની બેરિસ્ટો, દિલ્હી કેપિટલ્સમાંથી રમતાં ક્રિસ વોક્સ, બેંગ્લોર તરફથી રમતાં કેન રિચર્ડસન, કોલકત્તા નાઈટ રાઈડર્સમાંથી રમતાં પેટ કમિન્સ, પંજાબ કિંગ્સના રિલે મેરેડિથ, ઝાય રિચર્ડસન ઉપરાંત બેંગ્લોરના ફિન એલન અને રાજસ્થાન રોયલ્સના જોફ્રા આર્ચરે પોતાનું નામ પરત ખેંચી લીધું છે.

ઉપરોક્ત 15 ખેલાડીઓ પૈકીનો પેટ કમિન્સ, જોની બેરિસ્ટો, જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ, જોશ બટલર, ક્રિસ વોક્સ સહિતના ખેલાડીઓ આઈપીએલના નિયમિત ખેલાડીઓ હોવાને કારણે ક્રિકેટરસિકોને તેમની રમત જોવાની ‘આદત’ થઈ ગઈ છે પરંતુ આઈપીએલનો બીજો તબક્કો શરૂ થાય તે પહેલાં જ તેમણે નામ પરત ખેંચી લેતાં નિરાશા વ્યાપી જવા પામી છે. ક્યાંકને ક્યાંક આ ખેલાડીઓએ ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાની પણ ચર્ચા છે પરંતુ સત્તાવાર રીતે તેમણે કોરોનાનું બહાનું આગળ ધરીને પોતાનું નામ પરત ખેંચી લીધું છે.


Related News

Loading...
Advertisement
Advertisement