આજે રાત્રે 10:30 વાગ્યે આઈફોન-13નું લોન્ચીંગ: 128થી 1000 જીબીનું હશે સ્ટોરેજ

14 September 2021 12:04 PM
India Technology
  • આજે રાત્રે 10:30 વાગ્યે આઈફોન-13નું લોન્ચીંગ: 128થી 1000 જીબીનું હશે સ્ટોરેજ

આઈફોન-13 ઉપરાંત મીની, પ્રો અને પ્રો-મેક્સ મોડલને કરાશે લોન્ચ: એપલની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાશે કાર્યક્રમ: નેટવર્ક ખરાબ હોય ત્યારે પણ ફોન કરી શકાય તે માટે સેટેલાઈટ ફિચર પણ અપાશે

નવીદિલ્હી, તા.14
દિગ્ગજ કંપની એપલ આજે આઈફોન-13 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ લોન્ચીંગ ઈવેન્ટને ‘કેલિફોર્નિયા સ્ટ્રીમિંગ’ નામ આપ્યું છે. ભારતીય સમયાનુસાર આ કાર્યક્રમ રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થશે. આઈફોન-13 સિરીઝ હેઠળ ચાર મોડલ આઈફોન-13, આઈફોન-13 મીની, આઈફોન-13 પ્રો અને આઈફોન-13 પ્રો-મેક્સ લોન્ચ કરવામાં આવશે.

એપલ એનાલિસ્ટ મિંગ-ચી કૂએ દાવો કર્યો કે આઈફોન-13ના પ્રો-મોડલમાં કુલ ચાર સ્ટોરેજ વિકલ્પ હશે. આ મોડલ્સનું સ્ટારેજ 1 ટીબી સુધી હશે. એટલું જ નહીં કંપની 64 જીબી સ્ટોરેજ વેરિયેન્ટને પડતું મુકવા જઈ રહી છે જે આઈફોન-12 સિરીઝના પ્રો-મોડલમાં ઉપલબ્ધ હતું. આઈફોન-13 પ્રો અને આઈફોન-13 પ્રો-મેક્સમાં ચાર સ્ટોરેજ ઓપ્શન 128 જીબી, 256 જીબી, 512 જીબી અને 1 ટીબી સ્ટોરેજ હશે.

આઈફોનના લોન્ચીંગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ એપલની સત્તાવાર વેબસાઈટ પર થાય છે. આ ઉપરાંત કંપનીની સત્તાવાર યુ-ટયુબ ચેનલ ઉપર પણ કાર્યક્રમ જોઈ શકાશે પરંતુ આ વખતે કશુંક અલગ જોવા મળી શકે છે. આ વખતે એવું પણ કહેવાઈ રહ્યું છે કે આઈફોન-13નો લોન્ચીંગ કાર્યક્રમ ફ્લિપકાર્ટ, એરટેલની સત્તાવાર વેબસાઈટ ઉપર પણ જોઈ શકાશે.

એક અહેવાલ અનુસાર આઈફોન-13માં સેટેલાઈટ કનેક્ટિવિટી ફીચર આપવામાં આવશે પરંતુ આ ફીચરની સાથે જ આ ફોન અમુક જ માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફીચર ત્યારે કામ કરશે જ્યારે યુઝર્સના ફોનમાં નેટવર્કનો પ્રોબ્લેમ હશે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આઈફોન-13 સિરીઝને આઈફોન-12 સિરીઝના મુકાબલે મોટી બેટરી સાથે લોન્ચ કરવામાં આવશે.

આઈફોન-13 ઉપરાંત એપલ વોચ સિરીઝ-7, નવા આઈપેડસ અને એરપોડસ પણ કરાશે લોન્ચ
આજે આઈફોન-13 સિરીઝ ઉપરાંત આ ઈવેન્ટમાં એપલ વોચ સિરીઝ-7, નવા આઈપેડસ અને નેકસ્ટ જનરેશનના એપલ એરપોડસ પણ લોન્ચ કરવામાં આવી શકે છે.એપલ વોચ સિરીઝ-7ને નવી ડિઝાઈમાં લોન્ચ થવાની શક્યતા છે. બીજી બાજુ આઈ-પેડ લાઈનઅપ સસ્તી કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે.

શું હોઈ શકે ફિચર્સ
* આઈફોન મીનીમાં 5.4 ઈંચ, આઈફોન-13માં 6.1 ઈંચ, આઈફોન-13 પ્રો મોડલમાં 6.1 ઈંચ અને પ્રો-મેક્સમાં 6.7 ઈંચની ડિસ્પ્લે
* નવા આઈફોનની ડિસ્પ્લે 120 હોરિઝોનલ પ્રો-મોશનને કરશે સપોર્ટ
* ટ્રીપર રિયલ કેમેરા સેટઅપ
* આઈફોન-13માં 5 એન.એમ.+ એ15 ચીપનો કરી શકાશે ઉપયોગ
* ફોનમાં 3095એમએએચની બેટરી અને આઈફોન-13 પ્રો-મેક્સમાં 4352 એમએએચની બેટરી હશે

શું હશે કિંમત
મોડલ - કિંમત
આઈફોન-13 - 58, 665 રૂપિયા
આઈફોન-13 મીની - 51, 314 રૂપિયા
આઈફોન-13 પ્રા - 73,337 રૂપિયા
આઈફોન-13 પ્રો મેક્સ - 80,679 રૂપિયા


Related News

Loading...
Advertisement
Advertisement