અફઘાનની વ્હારે આવતું અમેરિકા: 470 કરોડ રૂપિયાની મદદ કરશે

14 September 2021 12:10 PM
World
  • અફઘાનની વ્હારે આવતું અમેરિકા: 470 કરોડ રૂપિયાની મદદ કરશે

સંયુક્ત રાષ્ટ્ર પણ બે કરોડ અમેરિકી ડોલર આપશે

નવીદિલ્હી, તા.14
અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલીબાને વચગાળાની સરકાર બનાવી લીધી છે. હવે અમેરિકાએ અફઘાનને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમેરિકા અફઘાનના લોકોની આર્થિક મદદ કરશે. અમેરિકાએ કહ્યું કે તે અફઘાનને 64 મિલિયન ડોલર (અંદાજે 470 કરોડ રૂપિયા)ની માનવીય સહાયતા કરવા તૈયાર છે. આ સાથે જ આગળ આ દેશની વાસ્તવિક સ્થિતિનું આકલન કરવામાં આવશે અને ભવિષ્યમાં વધુ મદદ કરવા અંગે વિચાર થશે.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત લિંડા થોમ્પસન-ગ્રીનફિલ્ડે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. ગ્રીનફિલ્ડે જીનીવામાં અફઘાન પર આયોજિત માનવીય સંમેલનમાં તાલીબાન સાથે તેની કટિબદ્ધતા જાળવી રાખવાનું આહવાન કર્યું અને તાલીબાન દ્વારા સહાયતા વિતરણમાં અડચણ ઉભી કરવામાં આવી રહ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમેરિકા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રએ પણ અફઘાનમાં માનવીય અભિયાનનું સમર્થન કરવા માટે બે કરોડ અમેરિકી ડોલર આપવાની જાહેરાત કરી છે. મહાસચિવ એન્તોનિયો ગુતારેસે કહ્યું કે યુદ્ધગ્રસ્ત દેશમાં લોકો દશકાની પીડા અને અસુરક્ષા બાદ કદાચ પોતાના સૌથી ખતરનાક સમયનો સામનો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અફઘાનની અડધાથી વધુ વસતી તાલીબાનના આવ્યા પહેલાં પણ માનવીય મદદ પર નિર્ભર હતી પરંતુ જ્યારથી તાલીબાન આવ્યું છે ત્યારથી મદદ પર નિર્ભર રહેનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. દેશમાં કામ-ધંધા ઠપ્પ થઈ ગયા છે અને રોકડની ભારે અછત સર્જાઈ છે જેને પગલે લોકો પોતાના ઘરનો સામાન વેચવા માટે મજબૂર બન્યા છે. લોકોનું કહેવું છે કે તેની પાસે ભોજનના પણ પૈસા નથી એટલા માટે તે ઘરમાં રાખેલા સામાનને બજારમાં જઈને વેચી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement