ધોરાજીમાં મીઠાઈની દુકાનોમાં તપાસણી: સેમ્પલ લેવાયા

14 September 2021 12:53 PM
Dhoraji
  • ધોરાજીમાં મીઠાઈની દુકાનોમાં તપાસણી: સેમ્પલ લેવાયા

નમુનાઓમાં ભેળસેલ ખુલશે તો કડક કાર્યવાહી: હિરપરા

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા.14
ધોરાજીમાં મીઠાઈની દુકાનોમાં તપાસણી હાથ ધરી સેમ્પલ લેવાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. શહેરના જેતપુર રોડ તેમજ બજારમાં આવેલ મીઠાઈની દુકાનોમાં ડે.કલેકટર મીયાણી, નગરપાલીકાના ચીફ ઓફીસર ચતુર્વેદી અને નગરપાલીકાના ડ્રગ સેના ફુડના ઈન્સ્પેકટર હિરપરા સહિતના અધિકારીઓએ તપાસ હાથ ધરી ત્યાથી મીઠાઈઓના સેમ્પલ લીધા હતા.

આ તકે ધોરાજી નગરપાલિકાના ફુડ સેફટી ઓફીસર દિવ્યેશભાઈ હિરપરાએ જણાવેલ કે આગામી દિવસોમાં અન્ય મીઠાઈઓના વેપારીઓ દુધ ડેરીઓ સહીતનાઓને ત્યાં સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાશે. આ સેમ્પલોને પેક કરી વડોદરા ખાતે મોકલવા અંગે કાર્યવાહી હાથ ધરાયેલ છે. તંત્ર દ્વારા નમુનાઓની કામગીરીને પગલે મીઠાઈઓ અને ખાધ પદાર્થોના કલર કેમીકલ નાખતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. નમુનાઓમાં ક્ષતીઓ જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે એમ ફુડ ઈન્સ્પેકટર દિવ્યેશભાઈ હિરપરાએ જણાવેલ હતું.


Loading...
Advertisement
Advertisement