55 વર્ષ બાદ ઉપલેટામાં મોઝ ડેમના પાટીયા 8 ફૂટ ખોલાયા

14 September 2021 01:03 PM
Dhoraji
  • 55 વર્ષ બાદ ઉપલેટામાં મોઝ ડેમના પાટીયા 8 ફૂટ ખોલાયા
  • 55 વર્ષ બાદ ઉપલેટામાં મોઝ ડેમના પાટીયા 8 ફૂટ ખોલાયા

500 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા: ધારાસભ્ય લલિત વસોયાની કાર પાણીમાં ફસાઇ, રેંસ્ક્યુ કરીને બહાર કઢાઇ

(કૃષ્ણકાન્ત ચોટાઈ) ઉપલેટા, તા. 14
ઉપલેટા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન અતિભારે વરસાદ પડતા ઉપલેટા શહેરમાં લગભગ 10 ઈંચ જેટલો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર વરજાંગ જાળીયા, નીલાખા, ગણીદ, તણસવા, તલગણા, સમઢીયાળા, મજેઠી, અરણી, વડાળી, ખીરસરામાં 15 થી 20 ઈંચ વરસાદ પડતા ઉપલેટામાંથી પસાર થતી ત્રણ મોટી નદીઓ ભાદર, મોજ અને વેણુ નદીમાં ઘોડાપુર આવતા નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા અને પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયાના સમાચાર મળી રહયા છે.

ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામ વેણુ નદીના કાંઠા ઉપરજ હોય વેણુ ડેમના 18 પાટીયા 10 ફુટ જેટલા ખોલતા વેણુ નદીના પાણી નીલાખા ગામમાં ધુસી ગયા હતા. ઉપલેટા માંથી પસાર થતી મોજ નદીમાં ભારે પુર આવતા મોજ નદી ઉપર બાંધવામાં આવેલ પુલ ની લગોલગ પાણી આવી જતાં રાજકોટ થી ઉપલેટા ને જોડતો આ પુલ પોલીસે સલામતી ના કારણોસર બંધ કરી દીધો હતો.મોજ નદીના કાંઠે આવેલ સોમનાથ મંદિર માં પણ નદીના પાણી ઘુસી ગયા હતા.

મોજ નદી ઉપર ઉપલેટામાં મોજ નદીનું પાણી ન ફરે એટલા માટે પ્રોટેકશન વોલ બનાવેલ છે. આ દિવાલ 2 જગ્યાએ તુટી જતા ત્યાંથી પાણી શહેરમાં આવતાં 500 જેટલા લોકોને અસર કરતા તેઓને સલામત સ્થળે નગરપાલીકા દ્વારા ખસેડવામાં આવેલ હતા. જયાં સામાજીક સંસ્થાઓએ તેઓને ભોજન પાણીની વ્યવસ્થા કરી આપેલ હતી. ઉપલેટા વિસ્તારમાં અતિભારે વરસાદ વરસતા ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા અને કોંગ્રેસની ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે હતા.

એ દરમ્યાન ઉપલેટા નજીક એક જગ્યાએ તેમની કાર પાણીમાં ફસાઈ જતાં ગાડી બંધ થતા છાતી સમાણા પાણીમાં ચાલીને ધારાસભ્ય અને કોંગ્રેસની ટીમ બહાર નીકળી હતી. નગરપાલીકાનું રેસક્યુ ટીમે આ કારને ટ્રેકટર થી ખેંચી બહાર કાઢી હતી. આજે વહેલી સવારથી પણ વરસાદ ચાલું થઈ ગયેલ હોય વધારે વરસાદ આવે અને જાનમાલને નુકશાની ન થાય તે માટે લલીત વસોયાએ કલેક્ટર પાસે એન.ડી.આર.એફ ની ટીમ ઉપલેટામાં સ્ટેન્ડ બાય રાખવા માંગણી કરેલ હતી.


Loading...
Advertisement
Advertisement