ધોરાજીના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની સટાસટી: 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો

14 September 2021 01:05 PM
Dhoraji
  • ધોરાજીના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની સટાસટી: 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો

મોટીમારડમાં 20 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું: કલાણા, ચિચોડ અને છત્રાષા સહિતના ગામડામાં થયેલી મેઘમહેરથી પાકને નવજીવન મળ્યું

રાજકોટ, તા. 14
ધોરાજી તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ સટા સટી બોલાવતા 24 કલાકમાં 10 ઇંચ થી વધુ વરસાદ ખાબકતા સર્વત પાણી પાણી થઈ ગયું હતું, જ્યારે મોટીમારડ માં નીચાણવાળા વિસ્તારમાં થી 20 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં પડી રહેલા અનરાધાર વરસાદની સાથે સાથે ધોરાજીના મોટીમરડ પંથકમાં પણ થયેલ મેઘરાજા ની સટા સટી થી ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. જેમાં મોટીમારડ, કલાના, ચિચોડ અને છત્રાષા સહિતના ગામડામાં 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા નદી નાળા અને તમામ ચેકડેમો ઓવરફલો થઈ ગયા હતા. અને વરસાદની રાહ જોઈ ને બેઠેલા ખેડૂતો માટે જાણે કાચું સોનુ વરસ્યું હોય તેઓ માહોલ સર્જાયો હતો,અને હરખની હેલી છવાઈ ગઈ હતી.

તેમજ મોટીમરડ મા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા જિલ્લા પંચાયત સદસ્ય વિરલ પનારા અને તેની ટીમ દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા 20 જેટલા પરિવારોને સરકારી શાળામા સ્થળાંતર કરવામાં આવ્યું હતું.તેમજ ભાદર-1 ડેમમાં નવા નિરની આવક થતાં જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા વિરલ પનારા અને તેની ટીમે વધામણાં કર્યા હતા.અને વિરલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ભાદર1 ડેમમાં પાણીની આવકથી ધોરાજી અને ઉપલેટા પંથકની પ્રજાને પાણીની સમસ્યા દૂર થશે.


Loading...
Advertisement
Advertisement