ગોંડલ નજીક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: 19.45 લાખનો મુદ્દામાલ કબ્જે

14 September 2021 01:07 PM
Gondal Crime
  • ગોંડલ નજીક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: 19.45 લાખનો મુદ્દામાલ કબ્જે
  • ગોંડલ નજીક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: 19.45 લાખનો મુદ્દામાલ કબ્જે
  • ગોંડલ નજીક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: 19.45 લાખનો મુદ્દામાલ કબ્જે

ડ્રાઇવરની ધરપકડ: પોલીસ તપાસનો ધમધમાટ

ગોંડલ તા. 14
ગોંડલ નજીક નેશનલ હાઇ-વે પરથી સીટી પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી 19.45 લાખનો મુદ્ામાલ કબજે કર્યો છે. આ દરડોામાં ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મળતીવિગતો મુજબ ગોંડલ નજીક હાઇવે પરથી ટ્રકમાંથી પોલીસે જુદી-જુદી બ્રાન્ડની 2856 બોટલો પકડી પાડી છે. આ દરોડામાં દારૂનો જથ્થો તેમજ મોબાઇલ ટ્રક મળી કુલ 19.45 લાખનો મુદ્ામાલ કબજે કરવામાં આવ્યો છે. આ દરોડાની કાર્યવાહી ગોંલડ સીટી પી.આઇ. એમ.આર. સંગાડા, પી. એસ.આઇ. બી.એલ.ઝાલા, પી.એસ. આઇ વી.કે. ગોલવેકર, પો. કોન્સ યુવરાજસિંહ જાડેજા, વિશાલભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ ખીમસૂરિયા, યુવરાજસિંહ ગોહિલ, જયંંતિભાઇ સોલંકી દ્વારા કરાવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement