જસદણમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા રસીકરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

14 September 2021 01:07 PM
Jasdan
  • જસદણમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા રસીકરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

જસદણ, તા. 14
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ,જસદણદ્વારા અને સી.એલ.પી ઇન્ડિયા વિન્ડફાર્મ પ્રા.લી.ના સહયોગથી મારું ગામ કોરોના મુક્ત ગામ રસીકરણ પ્રોત્સાહિત સ્કીમ હેઠળ આરોહણ પ્રોજેક્ટના નવ ગામ કનેસરા,રાજાવડલા, લીલાપુર, કમળાપુર, રામળીયા, વડાળી, ભેટસુડા, ઢોરા પીપળીયા બરવાળામાં 100 કુટુંબોને કોવીડ-સ્વચ્છતા કીટ (6-માસ્ક, સેનીટાઇઝર, સાબુ, ઉકાળા, ઓ આર એસ ) પ્રોત્સાહિત કીટ આપી લોકોમાં ફેલાયેલ રસીકરણ વિશેની ગેર માન્યતાઓ, અંધશ્રદ્ધા, અફવાઓથી વાકેફ કરી લોકોને રસીકરણ માટે તેયાર કરવામાં આવ્યા . ગામ દીઠ ટેમ્પરેચર ગન, ઓક્શીમીટર આપવામાં આવ્યા હતા. સરકારી હેલ્થ વિભાગ સાથે સંકલન કરી અને વધારેમાં વધારે લોકો રસીકરણ માટે આગળ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા દરેક ગામમાં આગેવાન, પંચાયત સાથે રહીને લીસ્ટ તેયાર કરવામાં આવ્યું અને તેના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પમાં બહોળી સંખ્યામાં યુવાનો, ભાઈઓ, બહેનોએ આગળ આવી અને રસીકરણ કરાવ્યું, આ કાર્યક્રમને સફળ બનાવવા દરેક ગામના સરપંચ, આરોગ્ય ટીમ, યુવાનો અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણના પોગ્રામ ડાયરેક્ટર સુમનભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ નીતિન અગ્રાવત, રીટા રાઠોડ, સાકરિયાએ જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement
Advertisement