ગોંડલ શહેર તાલુકામાં રાત્રે વધુ બે ઇંચ : અનેક ગામો બેટમાં ફેરવાયા

14 September 2021 01:10 PM
Gondal
  • ગોંડલ શહેર તાલુકામાં રાત્રે વધુ બે ઇંચ : અનેક ગામો બેટમાં ફેરવાયા
  • ગોંડલ શહેર તાલુકામાં રાત્રે વધુ બે ઇંચ : અનેક ગામો બેટમાં ફેરવાયા
  • ગોંડલ શહેર તાલુકામાં રાત્રે વધુ બે ઇંચ : અનેક ગામો બેટમાં ફેરવાયા
  • ગોંડલ શહેર તાલુકામાં રાત્રે વધુ બે ઇંચ : અનેક ગામો બેટમાં ફેરવાયા

કોલીથડ પાસેનો પુલ ધરાશાયી : છાપરવાડીમાં પુરમાં ફસાયેલા લોકોને બચાવવા ખરા સમયે હેલીકોપ્ટર પહોંચી ન શકયુ : શ્રમિકો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા

ગોંડલ, તા. 14
ગોંડલ શહેર તાલુકામાં 16 ઇંચ જેટલો ભારેખમ વરસાદ ખાબકી પડયા બાદ ગત રાત્રીના વધુ બે ઇંચ વરસાદ પડી જતા આ સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની જવા પામેલ છે. ભારે વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. આ ભારે વરસાદના પગલે ગોંડલ થી કોલીથડ જતાં માર્ગ પરનો પુલ ભારે વરસાદ ને કારણે ધરાશયી થતાં કોલીથડ,જામકંડોરણા તરફ નો વાહન વ્યવહાર અટકી જવા પામ્યો છે.ડૈયા પાસે નાં પુલ પર પાણી ફરી વળ્યા હોય તંત્ર દ્વારા તકેદારી નાં પગલાં લેવાયાં હતાં.બન્ને પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે ગોડલ તાલુકાના ડૈયા પાસે ખેતરમાં ફસાયેલા ખેતર માલીક તથાં ખેત મજુરી કરતાં આદિવાસી પરીવારો સહીત 19 વ્યક્તિઓ ને પ્રાંત અધિકારી રાજેશ આલ,ગોંડલ ફાયર સ્ટાફ તથાં યુવા અગ્રણી ગણેશસિહ જાડેજા સહીત નાં એ ચારથી પાંચ કલાકની જહેમત બાદ સલામત બહાર કાઢી બચાવ કરાયો હતો. દોરડાં બાંધી તમામ નું રેસ્ક્યુ કરાયું હતું.આ વેળા જીલ્લા કલેક્ટર,ડીડીઓ સહીત નું તંત્ર ડૈયા દોડી ગયું હતું ડૈયા પાસે છાપરવાડી તથાં મોતિસર નદીઓ નાં પાણી ભરાયાં હોય નદીઓ માં ઘોડા પુર આવ્યાં હોય ખેતરો ફરતે પાણી ફરી વળ્યા હતા.

બહાર નિકળવાં નો માર્ગ નહીં મળતાં કેટલાંક મજુરો જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયાં હતાં.ફસાયેલાંઓ ને બચાવવા હેલીકોપ્ટર ની મદદ મંગાઇ હતી પરંતું ખરાબ હવામાન નાં કારણે હેલીકોપ્ટર પંહોચી શક્યુ નાં હતુ ગોંડલ થી પાંચ કીમી.દુર આવેલાં ચૌદસો ની વસ્તી ધરાવતાં વોરાકોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.ગોંડલ થી વોરાકોટડા ને જોડતાં નદી પરનાં બસ્સો મીટર લાંબા બેઠાં પુલ પર નદી માં આવેલાં ભારે પુર થી આઠ ફુટ પાણી વહેતા હોય વોરાકોટડાનો સંપર્ક તુટયો છે.

છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો
છેલ્લાં ચોવીસ કલાક નાં ભારે વરસાદ થી ગોંડલ પંથક તરબતર બન્યો છે.શહેર ની જીવાદોરી સમા વેરી તળાવ બે ફુટે ઓવરફ્લો થયું છે.જેને પગલે આશાપુરા તથાં સેતુબંધ ડેમ ઓવરફ્લો થયાં છે.તાલુકાનાં લુણીવાવ ગામ પાસે આવેલાં 31.55 મી.ની સપાટી ધરાવતો છાપરવાડી-1 ડેમ પાંચ ફુટ થી ઓવરફ્લો થયો છે.અને 58000 કયુસેક પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.છાપરવાડી ડેમ ઓવરફ્લો થતાં નિચાણ માં આવેલાં ડૈયા, ચરખડી, કોલીથડ, લુણીવાવને એલર્ટ કરાયાં છે.


Loading...
Advertisement
Advertisement