અમરેલી જિલ્લામાં સાડા ત્રણ ઇંચ વરસાદ: ખેડુતો ખુશ

14 September 2021 01:19 PM
Amreli Saurashtra
  • અમરેલી જિલ્લામાં સાડા ત્રણ ઇંચ વરસાદ: ખેડુતો ખુશ

શેત્રુંજી નદીમાં પુર: બગસરા મેઇન બજારમાં પાણી ભરાયા: વડીયાનો સુરવો ડેમ છલોછલ ભરાતા આનંદ

અમરેલી, તા. 14
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે અન્ય જિલ્લાઓની સાથે અમરેલી જિલ્લામાં પણ મેઘસવારી શરૂ રહેતા હળવા ઝપટાથી સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. જયારે ગીરકાંઠાના ગામો તથા જંગલ વિસ્તારમાં સતત વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પુર આવતા ધારી નજીક આવેલ ખોડિયાર જળાશયના પ જેટલા દરવાજાઓ ખોલવા પડતા નીચાણવાળા અમરેલી, ભાવનગર જિલ્લાના લોકોને શેત્રુંજી નદીમાં અવર-જવર નહીં કરવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.અમરેલીમાં ગઈકાલે સવારે 6 વાગ્યા સુધીમાં 9 મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે બગસરામાં 4ર તથા વડિયામાં 64 મી.મી. વરસાદ નોંધાયો હતો.બાદમાં આખો દિવસ સતત વરસાદ શરૂ રહેતા અમરેલી જિલ્લામાં ગઈકાલે સવારે 6 થી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં અમરેલીમાં 1પ મી.મી., ખાંભા 8 મી.મી., જાફરાબાદ 4 મી.મી., ધારીમાં ર4 મી.મી., બગસરા 30 મી.મી., બાબરા 3 મી.મી., રાજુલા 11 મી.મી., લીલીયા રપ મી.મી. જયારે વડિયા આજે 86 મી.મી. તથા સાવરકુંડલામાં 19 મી.મી. વરસાદ નોંધાયો છે.

બગસરા પંથકમાં ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યારે બગસરામાં ગઈકાલ સાંજથી બપોર સુધીમાં અઢી ઈંચ વરસાદ પડયો છે. ત્યારે નદી, નાળાઓ છલકાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ મેઈન બજાર, ગોંડલીયા ચોક, શાક માર્કેટ, સ્ટેશન રોડ, જૂના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સમગ્ર રાજયમાં ભાદરવો વરસાદથી ભરપૂર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અમરેલીના વડિયામાં પણ ગઈ રાત્રી થી વરસાદનું ધીમી ધારે આગમન થતા અને સમગ્ર રાત્રી અને દિવસ દરમ્યાન વરસાદ અવિરત ચાલુ રહેતા કુલ સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસના ગામડાઓ અનીડા ઉજળા ખાખરીયા રામપુર, તોરી, અરજનસુખ, મોરવાડા, ખાન ખીજડીયા સહીતના ગામોમાં વરસાદના કારણે વડિયાના લોકોની જીવાદોરી સમાન સુરવો ડેમમાં પણ મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઇ હતી. દોઢ ફૂટ ભરેલી ડેમની સપાટી એકાએક વધવા પામી હતી અને સુરવો ડેમની જળ સપાટી સાડા બાર ફૂટ પર પહોંચીહતી. ત્યારે ડેમની સપાટી પૂર્ણ ભરાવામાં ફક્તત ચાર ફૂટ બાકી છે ત્યારે આ પાણીની આવકને વધવવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડ, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા, ઉપસરપંચ છગન ઢોલરીયા સહીતના આગેવાનો અને ગામલોકો ડેમ સાઈટ પર જોવા મળ્યા હતા.

સુરવો ડેમ છલોછલ
હાલ પણ વરસાદ ચાલુ હોય અને ડેમમાં પણ પાણીની આવક ચાલુ હોવાથી જો સ્થિતિ યથાવત રહી તો મઘ્યરાત્રી સુધીમાં વડિયાની સુરવો નદી પર આવેલો સુરવો ડેમ ઓવરફલો થશે એ વાત નક્કી છે. ભાદરવામાં ભરપૂર વરસાદથી ખેડૂતોના પાક પણ ફરી નવજીવન મળ્યું છે અને નદી નાળામાં પાણીના વેણ ચાલુ થતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતી પણ હરિયાળી બનતા ખેડૂતોમાં પણ હર્ષ જોવા મળી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં સૌથી વધુ અમરેલી અને સૌથી ઓછો જાફરાબાદમાં વરસાદ
અમરેલી, તા. 14
સમગ્ર રાજયમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મોન્સૂન સાયકલ ફરી એકિટવેટ થઇ છે અને સાર્વત્રિક વરસાદના સમાચારો મળી રહ્યા છે. તે દરમિયાન અમરેલી સહિત જિલ્લામાં વિવિધ સ્થળે સાર્વત્રિક વરસાદ થયો છે. અમરેલી સહિત વડિયા, બગસરા, જાફરાબાદમાં બે દિવસથી વરસાદી વાતાવરણ છે. અમરેલી શહેરમાં આજે વરસાદી માહોલ છવાયેલો છે અને શહેરના તમામ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. બપોરે 1ર વાગ્યાના અહેવાલ મુજબ જિલ્લામાં આ મૌસમનો સૌથી વધુ વરસાદ અમરેલી તાલુકામાં 94.ર3 % અને સૌથી ઓછો વરસાદ જાફરાબાદ તાલુકામાં પર.67 % જેટલો નોંધાયો છે.

ધારી ખોડીયાર ડેમના પાંચ દરવાજા ખોલાયા
ધારી પંથકમાં અવિરત મેધમહેરના પગલે નદી-નાળામાં ભારે પુર આવ્યું હતુ તેમજ શેત્રુંજી નદીમાં પણ પાણીની આવક થવા પામી હતી. ખાસ કરીને ગીરકાંઠાના ગામો તથા ગીરના જંગલમાં પણ ભારે વરસાદ વરસી ગયો હતો. જેના કારણે ધારીના ખોડીયાર ડેમમાં પાણીની આવક થવા પામી હતી. ડેમમાં પ્રતી સેક્ધડ 7300 કયુસેક પાણીની આવક સામે જાવકઉભી કરવા પ્રથમ બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાર અને અંતે પાંચ દરવાજા બે-બે ફુટ ખોલવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement