મોતીસર ડેમ ઓવરફલો થતાં હડમતાળામાં પાણી ઘુસ્યા

14 September 2021 01:23 PM
Gondal
  • મોતીસર ડેમ ઓવરફલો થતાં હડમતાળામાં પાણી ઘુસ્યા

ખડવંથલીની હાલત પણ કફોડી: માર્ગો-ખેતરો પાણીમાં ગરક

ગોંડલ, તા. 14
ગોંડલ તાલુકાના પાટીયાળી પાસે આવેલો મોતિસર ડેમ ઓવરફ્લો થતાં તેનાં તમામ પંદર દરવાજા ખોલી નંખાયા છે.ડેમ નાં નિચાણ માં આવેલાં હડમતાળા માં મફતીયાપરાં માં પાણી ઘુસ્યા હોય લોકો ભયભીત બન્યાં છે.

મોતિસર ડેમ ઓવરફ્લો થતાં પાટીયાળી,હડમતાળા, કોલીથડ સહીત નાં ગામો ને એલર્ટ કરાયાં છે. ભારે વરસાદ ને કારણે ગામડાં ને જોડતાં માર્ગો અને ખેતરો પાણી માં ગરક થયાં છે.વાડી ખેતરો માં અનેક લોકો ફસાયા છે.

ખડવંથલી ગામ અંદાજે આઠ ઇંચ વરસાદ ને લઇ પાણી માં ફસાયું હતું.કોબા ડેમ ઑવરફલો થતાં ગામ ફરતાં પાણી ફરી વળ્યા હતા.ખાતર નાં ગોડાઉન તથાં દુધ મંડળી માં ચાર ફુટ થી વધું પાણી ભરાયાં હતાં.ગામમાં નિચાણવાળા વિસ્તારો માં પણ પાણી ફરી વળ્યા હોય ખડવંથલી ની હાલત કફોડી બનવાં પામી છે.


Loading...
Advertisement
Advertisement