અમરેલીના વેપારીના હિતમાં પાલિકાએ જુના દર મુજબ વેરાની વસુલાત

14 September 2021 01:38 PM
Amreli
  • અમરેલીના વેપારીના હિતમાં પાલિકાએ જુના દર મુજબ વેરાની વસુલાત

અમરેલી, તા. 14
અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી મહા મંડળ ઘ્વારા વ્યવસાયવેરામાં અમરેલી નગરપાલિકાનાં જુના બોર્ડ ઘ્વારા વ્યવસાઈ વેરામાં તોતીંગ વધારો કરવામાં આવેલ. દરેક નાના-મોટા વેપારીઓને રૂપિયા ર400 વ્યવાસય વેરો ભરવાનો થતો તે બાબત ઘ્યાને આવતા નગરપાલિકાનાં પ્રમુખ તેમજ સુરશભાઈ શેખવા તથા પિન્ટુભાઈ કુરૂંદલે, મુકેશભાઈ સંઘાણી સાથે નગરપાલિકામાં મીટીંગ કરી રજૂઆત કરેલ કે કોરોના કાળમાં ઘણા વેપારીઓનાં ધંધા બંધ હતા માટે જુનાવ્યવસાય વેરાના દર રાખો. તે બાબત માન્ય રાખી જુના દર યથાવત રાખેલ છે.

હાલમાં હવે જુના દર પ્રમાણે દરેક વેપારીઓએ વ્યવસાય વેરો ભરવાનો રહેશે. 10 લાખ ઉપર ટર્નઓવર હોય તેને ર400 તેમજ પથી 10 લાખ સુધીના ટનઓવર હોય તેને 1ર00 તેમજ 1 લાખથી નીચે ટનઓવર હોય તેને રૂા. પ00 ભરવાનાં રહેશે. તેમજ 6પ વર્ષની ઉપરની ઉંમરનાં વેપારીઓએ વ્યવસાય વેરામાંથી મુકિત મળેલ છે તેને નિયત નમૂનામાં અરજી આપી સાથે પાનકાર્ડની ઝેરોક્ષ જોડવાની રહેશે તેને વ્યવસાય વેરો ભરવાનો રહેશે નહી. તા. 11/9/ર1 સુધી ચાલું માસમાં દરેક વેપારીઓએ વ્યવસાય વેરો ભરી દેવો નહીતર સાદુ વ્યાજ 18% ચુકવવું પડશે. આ બાબતે નગરપાલિકાએ વેપારીલક્ષી નિર્ણય કરેલ છે. તેથી વેપારીઓમાં આનંદની લાગણી છે. મીટીંગમાં અગ્રણી વેપારીઓ હાજર રહૃાા હતા તેમ પ્રમુખ ચતુરભાઈ અકબરીએ જણાવેલ છે.


Loading...
Advertisement
Advertisement