અખિલ ભારતીય માનવ અધિકાર નિગમની સમિતિમાં જસદણના મેહુલભાઇની વરણી

14 September 2021 01:48 PM
Jasdan
  • અખિલ ભારતીય માનવ અધિકાર નિગમની સમિતિમાં જસદણના મેહુલભાઇની વરણી

જસદણ, તા. 14
અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હીના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિલેશભાઈ જોષી અને પ્રદેશ મહામંત્રી દુષ્યંતસિંહ રાજ દ્રારા જસદણ શહેરના યુવા વેપારી અગ્રણી અને નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવીની અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના જસદણ - વિંછીયાના પ્રમુખપદે નિમણૂંક થતા જસદણ - વિંછીયા પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે.

બિન રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થા તરીકે સક્રિયતાથી કાર્યરત અખિલ ભારતીય માનવઅધિકાર નિગરાની સમિતિ દ્વરા સમગ્ર દેશમાં માનવ અપરાધો પર રોક લગાવવા અને માનવ અધિકાર પ્રત્યે સામાન્ય જનતાને જાગૃત કરવા તેમજ લોક ઉપયોગી કાર્યો અને સેવાકીય કાર્યો કરવા માટે સમિતિ સતત પ્રયત્નશીલ છે
નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના વલ્લભભાઈ જીંઝુવાડીયા, હસમુખભાઈ મકવાણા, હિતેષભાઈ જોષી, અશોકભાઈ ઠકરાળ, રમેશભાઈ જેસાણી, હર્ષદભાઈ ઉપાધ્યાય, હરેશભાઈ શેઠ, સુરેશભાઈ ધોળકીયા, પ્રવિણભાઈ ચોલેરા, દિલીપભાઈ બલભદ્ર, પ્રમોદરાય મહેતા, વિજયભાઈ રાઠોડ, પ્રકાશભાઈ પ્રજાપતિ, ગિતેશભાઈ પી. અંબાણી સહિતના વિવિધ આગેવાનોએ મેહુલભાઈ સંઘવીની નિંમણૂકને આવકારી શુભેચ્છા પાઠવી હતી.


Loading...
Advertisement
Advertisement