સુરેન્દ્રનગર જિલ્લાના 450થી વધુ તલાટીઓ ગ્રેડ પે અને પડતર પ્રશ્ને હડતાલ ઉપર ઉતયાર્ર્

14 September 2021 01:53 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લાના 450થી વધુ તલાટીઓ ગ્રેડ પે અને પડતર પ્રશ્ને હડતાલ ઉપર ઉતયાર્ર્
  • સુરેન્દ્રનગર જિલ્લાના 450થી વધુ તલાટીઓ ગ્રેડ પે અને પડતર પ્રશ્ને હડતાલ ઉપર ઉતયાર્ર્

જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી : આગામી દિવસોમાં નિવેડો ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 14
સુરેન્દ્રનગર જિલ્લાના 450થી વધુ તલાટી કમ મંત્રીઓને ગ્રેડ પે અને પડતર પ્રશ્ને હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે જેને લઇને ગામડાના વિસ્તારોમાં થતી કામગીરી સરકારી કામગીરી બંધ થઈ જવા પામી છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ તલાટી કમ મંત્રી ઓ દ્વારા આપવામાં આવ્યું છે અને રજૂઆત પણ કરવામાં આવી છે કે આગામી દિવસોમાં આ મામલે નિરાકરણ લાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતું તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

મળતી વિગત અનુસાર ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તા 07:09/201ના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્ન બાબતે ગુજરાત રાજ્ય તલાટી મહમંડળની વારંવારની રજૂઆતી છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતાં ઉપરોક્ત કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્ર મહામંડળ દ્વારા તારીખ 07/09/2021 ના રોજ તબાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી આગામી સમયમાં કરવાના થતાં વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ છે.

જેમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના 450 તલાટી કમ મંત્રીઓએ હડતાલ ઉપર અને કામથી અળગા રહ્યા છે અને આ મામલે વિરોધ પ્રદર્શન દર્શાવી આવેદનપત્ર આપી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં ગ્રેડ પે અને પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સુરેન્દ્રનગર જિલ્લાના તલાટીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે ત્યારે આ મામલે આગામી સમયમાં કરવાના થતા વિરોધના તબક્કાવાર કાર્યક્રમો આપી જીલ્લાના તમામ તલાટી કમ મંત્રી જોડાવવાના છે જે આ મામલે જિલ્લા કલેક્ટરને આ બાબતે તલાટીઓએ રજૂઆત પણ કરી છે. આટલું જ નહીં પરંતુ સરકારી જે ગ્રુપ છે તેમાંથી પણ સુરેન્દ્રનગર જિલ્લાના તલાટી ક્રમ મંત્રી ઓ લેફ્ટ થઈ જવા પામ્યા છે અને કામ ઉપર થી અળગા રહ્યા છે જેને લઇને ગામડાઓમાં થતી કામગીરી અને સરકારી કામકાજો પણ બંધ રહેવા પામ્યા છે.


Loading...
Advertisement
Advertisement