જૂનાગઢ જિલ્લામાં સવારે મેઘાનું રોદ્ર સ્વરૂપ: માંગરોળમાં 5 ઇંચ

14 September 2021 01:56 PM
Surendaranagar
  • જૂનાગઢ જિલ્લામાં સવારે મેઘાનું રોદ્ર સ્વરૂપ: માંગરોળમાં 5 ઇંચ
  • જૂનાગઢ જિલ્લામાં સવારે મેઘાનું રોદ્ર સ્વરૂપ: માંગરોળમાં 5 ઇંચ
  • જૂનાગઢ જિલ્લામાં સવારે મેઘાનું રોદ્ર સ્વરૂપ: માંગરોળમાં 5 ઇંચ

24 કલાકમાં 19 ઇંચ: ગિરનાર પર્વત પર 20 ઇંચ નોંધાયો: અનેક નદીઓ ગાંડીતુર બની: દામોદર કુંડ, ભવનાથ જવા પર તંત્રએ પ્રતિબંધ ફરમાવ્યો: હાઇવે માર્ગો સહિતના અનેક માર્ગોને વાહન વ્યવહારને અસર: આજે સવારથી જ માંગરોળ, માળીયા, કેશોદમાં ધોધમાર વરસાદ: હજુ પણ મેધાવી માહોલ યથાવત

જૂનાગઢ,તા.14
આજે સવારે 8થી10 વચ્ચે બે કલાકમાં માંગરોળમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા 5 ઇંચ વરસાદ તુટી પડતા ખેતરોમાં બેટમાં ફેરવાયા છે. ગ્રામ્યપંથકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા લોંગડી નદી અને મેઘ નદીઓમાં ઘોડાપુર આવતા પંથક દરિયામાં ફેરવયો છે. આ વિસ્તારના હુસેનાબાદ, ખોબાદા, આરેણા, સહિતના ગામડાઓમાં પુર વળ્યા છે તેમજ સફાણા અને ઘેલાણા, વીરપુર,ભણામાં સહિતના સીમાઓ બંધ થઇ જતા વાહન વ્યવહાર બંધ થઇ જવા પામ્યો છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઇ જવા પામ્યા છે.

હિરલ નદીમાં પણ ઘોડપુર આવતા વિસ્તાર દરિયામાંસ ફેરવાયો છે. આ લખાય છેજયારે વરસાદ હજુ અનરાધાર વરસી રહયો છે. માંગરોળ પંથકમાં 24 કલાકમાં 12 ઇંચ ખાબકતા જયા કયારેય પુર ના વરસી પડયા ન હતા તેવા વિસ્તારો બેટમાં ફેરવાયો છે. કેશોદ ખાતે પણ વધુ 2 ઇંચ વરસાદ સવારે 8 થી10માં ખાબકતા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકયો છે. ઓઝલ નદી ગાંડીતુર થઇને બે કાંઠે વહી રહી છે. આ લખાવ્યો ત્યારે પણ વરસાદ વરસી રહયો છે. હવે વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં પડી રહયો છુે. જે ખાના ખટકાથી સર્જી શકે છે. હવે નાદઉઠી રહયા છે.

છેલ્લા 24 કલાકમાં ગઇકાલ સવારના 6થી આજે સવારના 6 દરમિયાન સોરઠ જિલ્લા ઉપર બારે મેઘ ખાંગા થયા હોવાની વિસાવદરમાં 19 ઇંચ વરસાદ આજે સવારના 8દરમિયાન નોંધાયો છે. જે જીલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબકતા સોરઠ નદી બે કાંઠે ગાંડીતુર વહી રહી છે. અનેક ગામડાઓમાં પુરના પાણી ઘુસી જવા પામ્યા છે. જુનાગઢ ગુરુદત પ્રેમી ગીરનાર પર્વત નીર 24 કલાકમાં 20 ઇંચ વરસાદ અનરાધાર રીતે ખાબકતા ગિરનારની કંદરાઓ પગથીયા ઉપર પાણીના ધોધ વહી રહયા છે. તળેટીમાં પાણીના ઘોડાપુરમાં નીર આવ્યા છે. કલેકાર ખુદે ભવનાથની મુલાકાત લીધી હતી.

અને દામોદરકુંડ સહિતના તળેટી વિસ્તારમાં લોકોને જવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. પોલીસ જવાનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. જુનાગઢ શહેરમાં 8 ઇંચ વરસાદ 24 કલાકમાં નોંધાયો છે. મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ ગઇકાલે જૂનાગઢ જીલ્લામાં જોવા મળ્યું હતું.ડેમો ઓવરફલો થઇ વહી રહ્યા છે. જૂનાગઢની સોનારખી નદી, દામોદર કુંડ કાળવો બે કાંઠે ગઇ કાલથી ફુફાડા મારતા પુરના પાણી વહી રહયા છે. ભારે પાણીના પ્રવાહના કારણે લાલઢોળી જતા રસતે રેલીંગ તુટી જવા પામી છે. વન વિભાગમાં આંકડા મુજબ જંગલ વિસ્તારમાં બારે મેઘખાંગા થવા પામતા આજ સવાર સુધીમાં 20 ઇંચ વરસાદ તુટી પડયો હતો જુનગઢને પાણી પુરુ પાડતો વિલંગડન ડેમ પુર ડેકમ બંને કાંઠે થઇ ઓવરફલો વહી રહયા છે. ગિરનાર પગપાળાના દ્રશ્યો ઘોડાપુર પાણીથી વહી રહયા છે.

ભવનાથ વિસ્તારમાં ચોતરફ પાણી પાણી ડેમોમાં ફેરવાય જવા પામતા અનેક મંદીરો મઠોમાં ઝુંપડામાં નાના મોટા મકાનોમાં પાણી ઘુસી ગયા હતા.વિસાવદરમાં સૌથી વધુ વરસાદ તુટી પડતા 5 કલાકમાં 10 ઇંચ વરસાદ આજે સવાર સુધીમાં ખાબકયો છે. આજે સવારે 6થી8 બે કલાકમાં 3 ઇંચ વરસાદ ધોધકમાર પડતા જેતલવાડ, મોણપુર, લાલપુર કાલસારી સહિતના ગામડાઓ જળબંબારથી દરિયામાં ફેરવાયા છે.

જુનાગઢ જિલ્લામાં સતત 3 દિવસથી મેઘરાજાની સવાર ઉૈતરી આવતા રોકવાનું નામ લેતી નથી જુનાગઢ શહેરની અનેક સોસાયટીઓ, જોષીપરા, અંજીર બ્રીજ, દોલતપરા, વૈભવ ચોક, મોતીબાગ, રેલવેસ્ટેશન સહિતના વિસ્તારોમાં પુર જેવી દશા થવા પામી છે. વાહન ચાલકોને વાહન કાઢવા મુશ્કેલી થવા પામી છે.જોષીપરા અંડર બ્રીજ બેટમાં ફેરવાતા 50 સોસાયટીઓમાં રહેતા લોકોને રસ્તો બંધ થઇ જવા પામ્યો છે. વંથલીમાં 24 કલાકમાં વધુ 8 ઇંચ વરસાદ ખાબકતા ઓઝત વિપર ઓઝત શાપુર મધુવંતીખારો સહિત ઉપેણી નદી બેકાંઠે વહી રહી છે. ભારે પુરના કારણે સાંતલપુર, મેઘપુર, નાધડા આવ્યા થી પલાણા સહિતના અનેક ગામડઓ બેટમાં ફેરવાતા પાક ડુબી જવ પામ્યો છે.

માળીયા હાટીનામાં આજે સવારે વધુ 3 ઇંચ વરસાદ 6થી8ઇંચ વરસાદ તુટી પડતા હરીણ મેઘલ નદીમાં જંગલ વિસ્તરોમાં ઘોડાપુરમાં આવતા વન્ય પ્રાણીઓ પશુઓ માઠી અસર જોવા મળી રહી છે. આ લખય છેત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે. કેશોદ થકમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ ગાજવીજ સાથે વરસાદ તુટી પડયો હતો. બામણાસા ધેડ સહિતના ગામડાઓમાં પુરના પાણી ઘુસી જવા પામ્યા છે. મૌલાત પાણીમાં ગરકાવ થયો છે. ઓઝત નદીના ઘોડાપુર અનેક વિસ્તારોમાં ફરીવાયો છે. મેંદરડા તાલુકામાં પણ 24 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકતમા પાણી ફરી વળયા છે. માંગરોળઇ તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

માણાવદર તાલુકામાં પણ 5 ઇંચ વરસાદ 24 કલાકમાં ખાબકતા આગલા દિવસના પાણીમાં ભળી જતા બોદાબારામાં ડેમના દરવાજા ખોલી નાખતા એમલેરા મોડદર સહિતના ગામડાઓમાં ઘોડાપુર આવતા સંપર્ક વિહોણા થઇ ગયા છે. સરોડળા થી આગઇ ધુંધવી નદીમાંના પુર સાથે ભુખીપુર નાદરવાજા ખોલી નાખતા ઘોડાપુર સરાડેમ ગામની અંદર ગઇ સાંજથી જવા પામ્યા છે. સુખભાદર, કટવાણામાં માંડવા થેપડા સહિતના. અનેક ગામડાઓમાં દરિયો ફાટી જવા પામ્યો છે. ખેતરોમાં ઉભેલી મોલાતમાં ત્રણ ત્રણ ફુટ પાણીમાં ગરકાવ થઈ જતા મૌલાત પાણીમાં કોહવાય જવાની ભીતિ ઉભી થવા પામી છે.

વાહન વ્યવહાર બંધ
ગત સાંજથી સરાડીયાથી આગળ કુતીયાણા, રાણાવાવ, પોરબંદરનો સ્ટેટ હાઈવે બંધ થઈ જવા પામ્યો છે. ભાદર નદીના ધુંધવાના ઘોડાપુરે સરડીયા બેકરી કંટ્રોલ સહિતના ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી જવા પામ્યા છે. માણાવદર મામલતદાર રામ સહિતના અધિકારીઓ ગત રાત્રીથી ચાંપતી નજર રાખી સરાડીયા ગામે પડાવ નાંખ્યો છે. હજુ પણ સતત વધુ વરસાદ ચાલુ છે. ઉપરાંત ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાથી વધુ સ્થિતિ ખરાબ થવા પામી રહી છે. વંથલીથી આગળ નરેડી રોડ પણ ગઈકાલે સાંજથી માણાવદર જવા આવવાનો રસ્તો બંધ થઈ જવા પામ્યો છે. જે સવારે 9 કલાકે મોટરવાહન ધીમે ધીમે શરુ થયાનું જાણવા મળેલ છે. ભેસાણ તાલુકામાં પણ છ ઈંચ વરસાદ ખાબકતા વિસ્તાર પાણી પાણી થઈ જવા પામ્યો છે. ઉબેણ નદી બેકાંઠે વહી રહી છે. જેના કારણે વંથલી પંથકમાં ઘોડાપુર આવતા મોટી અસર જવા પામી છે.


Loading...
Advertisement
Advertisement