જસદણમાં વીજ શોર્ટ લાગતા આધેડનું મોત

14 September 2021 02:10 PM
Jasdan
  • જસદણમાં વીજ શોર્ટ લાગતા આધેડનું મોત

જસદણ, તા. 14
જસદણ શહેરના ગોખલાણા રોડ ઉપર વાડીએ વીજ શોક લગતા કોળી આધેડનું મોત નિપજયું હતું.આ અંગેની વિગતો મુજબ જસદણ શહેર ના ગોખલાણા રોડ ઉપર ડોકામેડી વિસ્તાર તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ શોક લાગતા કલોરાણા ગામના કોળી યુવાન આંબાભાઈ ભીખાભાઈ ઝાપડીયા ઉંમર (વર્ષ 55) નું કરૂણ મોત નિપજયું હતું. આ બનાવને પગલે નાનકડા કલોરાણા ગામમાં અરેરાટી ફેલાઇ છે. મૃત્યુ પામનાર આંબા ભાઈના મૃતદેહને જસદણ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement