ગીર સોમનાથનાં જીવાદોરી સમાન હિરણ-2 ડેમમાં 1ર ટકા પાણીનો વધારો

14 September 2021 02:12 PM
Veraval
  • ગીર સોમનાથનાં જીવાદોરી સમાન હિરણ-2 ડેમમાં 1ર ટકા પાણીનો વધારો

વેરાવળ, તા. 14
ગીર-સોમનાથ સોમનાથ પંથકના જીવાદોરીસમા હિરણ ડેમ 2 માં ગીર પંથકમાં પડેલા જોરદાર વરસાદને કારણે એક જ ઝાટકે એક દિવસમાં 12 ટકાનો પાણીમાં વધારો થયેલ છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ ભૂમિના વેરાવળ-પાટણ જોડીયા શહેર તથા સુત્રાપાડા અને 36 ગામોને તેમજ ઉદ્યોગોને પાણી પૂરૂ પાડતા તાલાલા નજીક આવેલ હિરણ ડેમ 2 હાલ 38 ટકા ભરાયેલ છે. ગીર સોમનાથ જીલ્લા સિંચાઇ અધિકારીઓ નિર્મલ સિંઘલ અને એસ.જે.ગાધે સહિતનો સ્ટાફ મુખ્ય કાર્યપાલક ઇજનેર એ.પી.કલસરીયાના માર્ગદર્શન મુજબ ડેમ ઉપર હાજર રહેલ છે. સિંચાઇ અધિકારી નિર્મલ સિંઘલ જણાવેલ કે, સાસણ, ભોજદે ગીર, તાલાલા, સાંગોદ્રા સહિત ગીર વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે હિરણ ડેમ 2 ગઇ કાલે સવારે 26 ટકા હતો જે સાંજે 6 વાગ્યે 38 ટકા જેટલો ભરાઇ ચુક્યો છે અને હજુ પાણીની આવક ચાલુ છે. ગઇ કાલના સાંજના ડેમ સપાટીની પાણીની ગણતરી મુજબ પાંચ મહિના સુધી પાણી જનતાને માટે વાંધો આવે તેમ ન જાણવા મળેલ છે.ગીર-સોમનાથ જીલ્લાના ડેમ અંગે વધુમાં જાણવા મળેલ મુજબ સીંગોડા ડેમ 50 ટકા ભરાયેલ છે. હિરણ 1 ડેમ 26 ટકા, હિરણ 2 ડેમ 38 ટકા અને રાવલ ડેમ 100 ટકા ભરાયેલ છે અને મચ્છુદી 93 ટકા થતા આમ જળ સંકટ હાલની ટકે દૂર થયું છે.


Loading...
Advertisement
Advertisement