ભાવનગરમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ 9587 કેસોનો નિકાલ

14 September 2021 02:31 PM
Bhavnagar
  • ભાવનગરમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ 9587 કેસોનો નિકાલ
  • ભાવનગરમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ 9587 કેસોનો નિકાલ

ભાવનગર તા.14
ભાવનગર ખાતે નાલ્સા (ક્ષફહતફ) સુપ્રીમ કોર્ટ અને રાજ્ય કાયદા સેવા સત્તામંડળ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર. ટી. વાછાણી સાહેબે દીપ પ્રગટાવી લોક અદાલતનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે ભાવનગર જિલ્લા હેડક્વાર્ટરના એપેલેટ તથા સિનિયર અને જુનિયર સિવિલ જજ તથા સરકારી વકીલઓ તથા તમામ બારના વકીલઓ હાજર રહ્યાં હતાં. આ લોક અદાલતમાં ભાવનગર જિલ્લામાંથી કુલ 9,587 કેસોનો નિવેડો આવ્યો હતો. જેમાં પ્રિલીટીગેશન, રેગ્યુલર લોક અદાલત અને સ્પેશિયલ સીટીંગના કેસોનો સમાવેશ થાય છે અને કુલ રૂપિયા 4,09,01,456/- રૂપિયાનો એવોર્ડ થયેલો છે.


Loading...
Advertisement
Advertisement