ઉનાના પાતાપુર ગામે ગટરના ગંદા પાણી ઉભરાયા

14 September 2021 02:40 PM
Veraval
  • ઉનાના પાતાપુર ગામે ગટરના ગંદા પાણી ઉભરાયા

ઉના, તા. 14
તાલુકાના પાતાપુર ગામની વસ્તી ઓછી અને સમસ્યા અનેક હોવાની ફરીયાદો ઉઠવા પામી રહી છે. ગામની બજારોમાં ગટર સુવિધા અભાવે ગંદા પાણીના ખાબોચીયા ભરાતા ગંદકીથી ખદબદી રહ્યુ છે. તો બીજી તરફ ઉમેજ ગામથી પાતાપુર સુધી દોઢ કિ.મી જેટલા અંતરના મુખ્ય માર્ગ પર વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યુ છે.

પહેલા 500 મીટર અંતરનો પહોળો રસ્તો જાણે ગાડા માર્ગ બની રહ્યાં છે. રસ્તા પર પાણી બારે માસ ભરાતુ હોવાથી ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ વાસ્મો યોજના ઘરે ઘરે નળ કનેક્શન આપવામાં આવેલ હોવા છતાં યોજના શોભાના ગાંઠીયા સમાન બની ગઇ છે. પાણીનો કુવો પણ ગામના પાદરમાં નહીં હોવાની ફરીયાદો સંભળાય છે.કાંધી ગામથી પાતાપુર જતો ડામર માર્ગ પણ પાકો બનેલો હોવા છતાં ત્યા પણ થોડો વરસાદ પડતા તલાવડી જેવો ખાડો પડી ગયો છે. આ ઉપરાંત ગામથી આંગણવાડી તેમજ પંચાયત ઘર પણ જર્જરીત બની જતાં અનેક સમસ્યાઓથી પ્રજા ત્રાસી ઉઠેલ છે. આ બાબતે પંચાયત સત્તાધીસો દ્વારા તાત્કાલીક વિકાસ કામોને અગ્રતા આપવા માંગણી ઉઠવા પામેલ છે.


Loading...
Advertisement
Advertisement