ભચાઉના મનફરામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા: ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લેતી પોલીસ

14 September 2021 02:56 PM
kutch
  • ભચાઉના મનફરામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા: ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લેતી પોલીસ

ભચાઉ/ભુજ, તા. 14
ભચાઉ તાલુકાના મનફરામાં આજે સાંજના અરસામાં મેળામાં ટોળાએ ઘાતક હથીયારો વડે હુમલો કરાયાની ઘટનાના થોડા કલાકો બાદ જ કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિની ચાડી ખાતો હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર છવાઇ છે. કોઈ શખ્સે (પપ્પુ) કરમણ કરશન કોલી (ઉ.વ 36) ની હત્યા નીપજાવી હતી.

ઓછા પોલીસ સ્ટાફ વચ્ચે લૂંટ, રાયોટીંગ, હત્યા સહીતના ગંભીર ગુનાના પગલે પોલીસ બેડામાં આજે વ્યાપક દોડધામ થઈ પડી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી હત્યાના બનાવ અંગે મળતી પ્રાથમીક વિગતો મુજબ આજે મોડી સાંજના અરસામાં બે જણા વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો.

આ દરમ્યાન મામલો તંગ થતા ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરા ઉપરી બે થી ત્રણ ઘા માર્યા હતાં. ગંભીર ઈજાઓના પગલે યુવાનનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવની જાણ થતા ભચાઉ પી.આઈ જી.એલ.ચૌધરી અને સ્ટાફે ઘટના સ્થળે જઈને બનાવનો ભેદ ઉકેલવા કાર્યવાહી કરી છે. મૃતકના પરિવાજનોના નિવેદન લઈ પોલીસે બનાવની વિગતો મેળવવા કાર્યવાહી આદરી છે.


Loading...
Advertisement
Advertisement