ભચાઉના મનફરામાં જુની અદાવતને લઇને યુવકો પર જીવલેણ હુમલો: બે જુથ વચ્ચે અથડામણ

14 September 2021 03:01 PM
kutch
  • ભચાઉના મનફરામાં જુની અદાવતને લઇને યુવકો પર જીવલેણ હુમલો: બે જુથ વચ્ચે અથડામણ

ભચાઉ તા. 14
ભચાઉ તાલુકા ના મનફરામાં ચાર યુવકો પર જીવલેણ હુમલો અગાઉ મનફરા મા મર્ડર ખનીજ લેન્ડ દારુ અનેક ગેર પવૃતીઓ વગેરે કાડ બન્યા છે ત્યારે ફરી આજે મનફરામા આજે ફરી વાગડ ફરી આગળ બન્યુ આવા કાડ બનવા મડયા છે ત્યારે મનફરામા જૈન સમાજ તેમજ વેપારી સમાજ તેમજ નિર્દોષ લોકો મા ભય ફેલાયો મનફરા ગામમાં વેપારી અને ભણેલ પ્રતિનિધી હોય તો કાયદો ને વેવસતા જળવાઈ રહે તેવી લોક માંગ ઉઠી હતી.

બપોરના અરસામાં 8 શખ્સોએ ત્રણ જણા ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ આજે બપોરના અરસામાં બન્યો હતો. આરોપીઓ આકા ખીમા પીરાણા, ધારશી ખેતા પીરાણા, અમરશી વીભા પીરાણા, ખેતા પીરાણા, લખમણ બીજલ પીરાણા, રૂડા પીરાણા, ભરત ખીમા પીરાણા અને આકાનો નાનો ભાઈ સહિતના શખ્સોએ ગેરકાયદે મંડળી રચી ફરિયાદી જગદીશ બીજલ કોલી ઉપર હુમલો કર્યો હતો. આ ઉપરાંત બે જણાને પણ હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ફરિયાદીએ દારૂની બાતમી આપી હોવાનું મનદુ:ખ રાખી હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement