મોરબીમાં શનાળા રોડ પાસે ગટરનું તૂટી ગયેલું ઢાંકણું પાલિકાએ તાત્કાલિક બદલાવ્યું

14 September 2021 03:08 PM
Morbi
  • મોરબીમાં શનાળા રોડ પાસે ગટરનું તૂટી ગયેલું ઢાંકણું પાલિકાએ તાત્કાલિક બદલાવ્યું

મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામેથી રવાપર રોડ જવાના રસ્તે જે નસ્ત્રસ્વચ્છતા રોડસ્ત્રસ્ત્ર રોડ આવેલ છે. તે રોડ ઉપર ગુલમહોર એપાર્ટમેન્ટ સામે સ્પીડ બ્રેકર પાસે ગટરનું ઢાંકણું ગત તા. 11/9 ના રોજથી તૂટી ગયેલ હતું જેથી ત્યાં જીવલેણ અકસ્માત સર્જાય તેવી શક્યતા હતી જેથી કરીને નવું ઢાંકણું નાખવા મોરબીના નાગરિક સંજયભાઈ રાજપરા(વકીલ) એ પાલીકાના ચીફ ઓફીસરને રજૂઆત કરી હતી તેમજ ભૂગર્ભ ગટર શાખા ચેરમેન અને સ્થાનિક ચૂંટાયેલા સભ્યોને પણ રજુઆત કરેલ હતરી જેને ધ્યાનને લઈને તાત્કાલિક ગટરનું નવું ઢાંકણું નાખવામાં આવેલ છે જેથી પાલિકાના અધિકારી અને પદાધિકારીએ સહિતના તમામનો સંજયભાઈ રાજપરા(વકીલ) એ આભાર વ્યક્ત કર્યો છે.


Loading...
Advertisement
Advertisement