હળવદના નવા દેવળીયા પાસે એર વાલ્વનું કામ કરતા યુવાનને મુંઢમાર માર્યો

14 September 2021 03:10 PM
Morbi Crime
  • હળવદના નવા દેવળીયા પાસે એર વાલ્વનું કામ કરતા યુવાનને મુંઢમાર માર્યો

મોરબી, તા. 14
હળવદ તાલુકાના નવા દેવળિયા ગામ પાસે નર્મદા નિગમ દ્વારા સંપાદન કરવામાં આવેલી જમીનમાં એર વાલ ઉભો કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાં આવીને ખેડૂતે "અહીંયા કામ બંધ કરો" કરીને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ઇજા કરી હતી અને વેલ્ડીંગનો સામાન લઈને ગયા તો જીવતા નહી છોડીએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા કર્મચારી દ્વારા હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ નવા દેવળિયા ગામની સીમ મહેન્દ્રભાઈ ઉર્ફે કાળુભાઈ રણછોડભાઈ પટેલના ખેતરની બાજુમાંથી નર્મદા નિગમ દ્વારા સંપાદન કરવામાં આવેલી જમીનમાં પાણીનો એરવાલ્વ મોકલવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન વરસાદ થતાં કંપનીના માણસો સામાન ભેગો કરીને રૂમ પર જવાની તૈયારી કરતા હતા ત્યારે આરોપી મહેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ અને ભરતભાઈ રહે બંને નવા દેવળીયા વાળા ત્યા આવ્યા હતા અને "અહીંયા કામ બંધ કરો" તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જતા જતા કહ્યું હતું કે "અહીંથી વેલ્ડીંગનો સામાન લઈને ગયા છો તો જીવતા નહીં છોડીએ" તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા ઇજાજભાઈ અહમદભાઈ મલીક જાતે મુસ્લીમ (ઉંમર 29) રહે, એલ એન્ડ ટીનું ગેસ્ટ હાઉસ હળવદ મૂળ વતન પશ્ચિમ બંગાળ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement