મોરબીના જેતપર ગામે સ્મશાનમાં ચોરી કરનારા ત્રણ શખ્સો ઝડપાયા

14 September 2021 03:12 PM
Morbi Crime
  • મોરબીના જેતપર ગામે સ્મશાનમાં ચોરી કરનારા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી, તા. 14
મોરબી તાલુકામાં લોકોના મકાન, દુકાન અને મંદિર સલામત નથી એવું તો અત્યાર સુધીમાં અનેક વખત જોવું મળેલ છે પરંતુ હવે તો સ્મશાન પણ સલામત નથી એવો ઘાટ સર્જાયો છે કારણકે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ સ્મશાનમાંથી લોખંડની એંગલ વાળો ખાટલો અને લાકડા ફાડવા માટેનું લોખંડનુ મશીન ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં આ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મકાનમાંથી ચોરી કરનારા ત્રણ શખ્સોને સ્થાનિક લોકો દ્વારા રંગેહાથે ઝડપીને પોલીસને હવાલે કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામે પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારા જાતે પટેલ (41) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, જેતપર ગામે આવેલ સ્મશાનમાં મૂકવામાં અવલે લોખંડની એંગલ વાળો ખાટલો તેમજ લોખંડનું લાકડા ફાડવા માટેનું પીળા કલરનું મશીન જે બંનેની કુલ મળીને 3500 રૂપિયાની કિંમત થાય છે તેની ચોરી કરવામાં આવી હતી જે અંગેની જાણ થયા બાદ ગામના લોકો દ્વારા ગામ પાસેથી ત્રણ શખ્સોને સ્મશાનમાંથી ચોરી કરવા સાથે મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં પોલીસે ચોરીની ફરિયાદ લઈને ગામના લોકોએ પકડીને આપેલા એક શખ્સને કબજામાં લઈને બીજા બે શખ્સોને પણ અટક કરી લેવાં આવેલ છે અને આ શખ્સો બોલેરો કાર નંબર જીજે 36 ટી 1571 માં ચોરીનો મુદ્દામાલ લઈ જતા હોવાથી તે વાહનને પણ કબ્જે લેવામાં આવ્યું છે અને આ બનાવ અંગેની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે.

સગીરાનું અપહરણ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવેલ છે.જેથી કરીને ભોગ બનનાર સગીરાના પિતાએ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અક્ષય દિનેશભાઈ ડાભી જાતે કોળી રહે.વિજયનગર રણછોડનગરની બાજુમાં મોરબી વાળાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે અપહરણ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement