ટંકારામાં 24 કલાકમાં 3ાા ઇંચ વરસાદ

14 September 2021 03:15 PM
Morbi
  • ટંકારામાં 24 કલાકમાં 3ાા ઇંચ વરસાદ

ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાયું: બંગાવડી ડેમ 80% ભરાયો

ટંકારા, તા. 14
ટંકારા વિસ્તારમાં ચોમાસુ જોરદાર જામ્યું છે મેઘરાજાની કૃપા વરસી રહેલ છે ગઈકાલે બે ઇંચ વરસાદ પડેલ. સોમવાર સવારના 6 થી મંગળવાર સવારના 6 સુધી માં 88 મીલી મિટર, સાડા ત્રણ ઈંચ વરસાદ પડેલ છે. સાંજના 4 થી 6 માં 58 મીલીમીટર વરસાદ પડેલ છે. ટંકારા આજુબાજુના ઓટાળા સાવડી જબલપુર, કલ્યાણપુર વિગેરે ગામોમાં પણ જોરદાર વરસાદ પડેલ છે.

ટંકારાના ડેમી એક ડેમ મીતાણા 72ટકા ભરાયેલ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભારે આવક ચાલું છે. સત્તાવાળાઓ તરફથી ડેમી એક નીચાણવાળા વિસ્તારોના ગામડાઓના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાં જનાવાયેલ છે. ટંકારા તાલુકાના બંગાવડી ડેમ પણ 80% ભરાઇ ગયેલ છે ત્યાં પણ નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવેલ છે.

ટંકારા તાલુકાના સખપર ગામે માતાજી નો તાવો કરતા કરવા ગયેલ માણસો પાણીમાં ફસાયેલ ટંકારામાં હરિઓમ નગર ના મોબાઇલ ટાવર ઉપર વીજળી પડેલ છે ટંકારા ધ્રોલ જામનગર હાઈવે રોડ ખાખરા પાસે આવેલ બ્રિજ ઉપર પાણીની સપાટી ભયજનક પહોંચતા વાહનોની અવર જવર બંધ કરેલ છે ટંકારા થી ધ્રોલ જામનગર જતો રોડ વાહનો માટે બંધ કરેલ છે. ટંકારા તાલુકા પંચાયત સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારનાં લોકોનું સ્થળાંતર કરાયેલ છે.


Loading...
Advertisement
Advertisement