રાત્રી કર્ફયુ એક કલાક ઘટાડાયો! કાલથી હવે રાત્રીના 11થી સંચારબંધીનો અમલ

14 September 2021 03:42 PM
Rajkot Gujarat
  • રાત્રી કર્ફયુ એક કલાક ઘટાડાયો! કાલથી હવે રાત્રીના 11થી સંચારબંધીનો અમલ

ગણેશ ઉત્સવમાં તા.19 સુધી કર્ફયુ રાત્રીના 12 વાગ્યાથી શરુ થવાની જાહેરાત હતી: ગૃહ મંત્રાલય દ્વારા ઓચિંતો નવો પરિપત્ર

રાજકોટ: ગુજરાતમાં કોરોના મહામારી સંદર્ભમાં જે રાત્રી કર્ફયુ અમલમાં છે તેઓ હવે તા.15 આવતીકાલથી રાત્રીના 12ના બદલે ફરીથી રાત્રીના 11થી અમલ થઈ જશે. અગાઉ રાજય સરકારે ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈને રાત્રી કર્ફયુનો સમય 11ના બદલે 12 વાગ્યાનો કર્યો હતો અને તે તા.19 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેનાર હતો પણ આજે ગૃહ વિભાગે પરિપત્ર બહાર પાડી રાજકોટ સહિતના આઠ મહાનગરોમાં આવતીકાલ તા.15થી રાત્રીના 11થી સવારના 6 સુધી નાઈટ કર્ફયુ અમલમાં રહેશે તેવું જાહેર કર્યુ છે અને તે આદેશ તા.15થી 25 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે અને આમ રાત્રી કર્ફયુ 1 કલાક ઘટયો છે. આ અંગે હવે દ્વીધા સર્જાઈ છે અને હાલ રાજયમાં કોવિડ કેસ રોજના 15 આસપાસ આવે છે તેથી કર્ફયુ સમય વધારવાનો કોઈ પ્રશ્ન નથી. આ આદેશ રાજકોટ ઉપરાંત અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ-ભાવનગર-જામનગર-જુનાગઢ અને ગાંધીનગરને લાગુ પડે છે.


Related News

Loading...
Advertisement
Advertisement