મુખ્યમંત્રી કાર્યાલયમાં વિધિવત પદભાર સંભાળતા ભુપેન્દ્રભાઈ પટેલ

14 September 2021 04:13 PM
Ahmedabad Gujarat
  • મુખ્યમંત્રી કાર્યાલયમાં વિધિવત પદભાર સંભાળતા ભુપેન્દ્રભાઈ પટેલ
  • મુખ્યમંત્રી કાર્યાલયમાં વિધિવત પદભાર સંભાળતા ભુપેન્દ્રભાઈ પટેલ
  • મુખ્યમંત્રી કાર્યાલયમાં વિધિવત પદભાર સંભાળતા ભુપેન્દ્રભાઈ પટેલ

ધારાસભ્યો-અધિકારીઓ સહિત અનેક લોકોએ મુખ્યમંત્રીને મળીને શુભકામનાઓ પાઠવી

ગાંધીનગર તા.14
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમવારે મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા બાદ વિધિવત પદભાર સંભાળ્યો હતો. તેઓ રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-1માં મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા.

તેમણે મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતા પુર્વે શ્રદ્ધાપુર્વક દાદા ભગવાન- સીમંધર સ્વામીની મૂર્તિને પુષ્પ અર્પણ કરી નમન કર્યા હતા.આ અવસરે ઉપસ્થિત રહેલા દાદા ભગવાન પરિવારના અનુયાયી સ્વજનો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતે પણ સ્તુતિ મંત્રનું શ્રદ્ધાપૂર્વક ગાન કર્યુ હતું.
નવનિયુક્ત મુખ્યમંત્રીને શુભેચ્છાઓ આપવા આવેલા સૌ શુભેચ્છકો, ધારાસભ્યો, મીડીયા કર્મીઓ, વરિષ્ઠ અધિકારીઓને તેઓ સ્નેહપૂર્વક મળ્યા હતા.

મુખ્યમંત્રી કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓએ પણ ભુપેન્દ્રભાઈ પટેલને મળીને તેમના નેતૃત્વ, દિશાદર્શનમાં રાજયની વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવામાં યોગદાન આપવાની નેમ વ્યક્ત કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement