નિચાણવાળા વિસ્તારોમાં હાઇડ્રો ક્રેઇન અને બોટની મદદથી બચાવ કામગીરી

14 September 2021 04:19 PM
Jamnagar
  • નિચાણવાળા વિસ્તારોમાં હાઇડ્રો ક્રેઇન અને બોટની મદદથી બચાવ કામગીરી

સામાજિક અગ્રણી જીતુભાઇ લાલે સાધનો ફાળવ્યા અને કામગીરીનું સુપરવિઝન કર્યુ

જામનગર તા.14
જામનગરમાં ભારે વરસાદને લીધે કેટલાય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. લોકોને બચાવવા મદદરૂપ થવા માટે શહેરના જાણિતા સામાજિક આગેવાન જીતુભાઇ લાલે હાઇડ્રોક્રેઇનની મદદથી બોટ પહોંચાડી બચાવ કામગીરીમાં તંત્રને તથા કાર્યકરોને મદદ કરી હતી.

કાલાવડ નાકા બહાર, શાક માર્કેટ પાસે, ભોયવાડામાં ક્રેઇનની મદદથી બોટ ઉતારી બચાવ કામગીરી કરાવી હતી અને પોતે પણ પાંચ-છ કલાક સ્થળ ઉપર હાજર રહી સુપરવિઝન કર્યુ હતું. આ ઉપરાંત ભીમવાસ, રામેશ્ર્વરનગર, પુનિતનગર, માહેશ્ર્વરીવાસ, બચુનગર વિગેરે વિસ્તારોમાં ફૂડ પેકેટ સહિતની ભોજન સામગ્રી પણ મોકલાવી હતી. ભોયવાડા-શાકમર્કેટ વિસ્તારમાં બચાવ કામગીરી માટે પૂર્વ મેયર હસમુખભાઇ જેઠવાએ પણ જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement
Advertisement