જામનગરના આદર્શ સ્મશાનગૃહમાં મેઘતાંડવથી ભારે તારાજી

14 September 2021 04:23 PM
Jamnagar
  • જામનગરના આદર્શ સ્મશાનગૃહમાં મેઘતાંડવથી ભારે તારાજી

સ્મશાનની અંદરની બન્ને ફર્નેસ ભઠ્ઠીઓ પાણીમાં ગરકાવ: ત્રણ હજાર મણ લાકડું પણ પાણીમાં વેડફાયું: લોકો માટે લાકડાથી અગ્નિદાહ આપવાની કામગીરીમાં મુશ્કેલી સાથે આજથી ચાલુ કરાઇ

જામનગર તા.14
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ પછી ધસમસતો પાણીનો પ્રવાહ જામનગરના નીચાણવાળા વિસ્તારમાં અને ખાસ કરીને આદર્શ સ્મશાનમાં ફરી વળ્યો હતો, જામનગરનું આદર્શ સ્મશાન સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે, અને હાલ પણ દસ ફૂટથી વધુ પાણી ભરાયેલા હોવાથી સ્મશાનની બંને ભઠ્ઠી બંધ થઈ ગઈ છે. એટલું જ માત્ર નહીં સ્મશાનમાં રાખવામાં આવેલું 3,000 મણ લાકડું પણ પાણીમાં વેડફાયું છે. જેમાં કેટલાક લાકડા તરીને દરિયામાં ચાલ્યા ગયા છે, જ્યારે અમુક લાકડા નો હીસ્સો સ્મશાનના મેદાનમાં તરી રહ્યો છે. જેના કારણે અંતિમ ક્રિયા અટકી ગઈ છે.

જામનગરનું આદર્શ સ્મશાન કે જેમાં આજે અંતિમ વિધિ થઇ શકી ન હતી, ઉપરાંત આવતીકાલે પણ અગ્નિદાહ આપી શકાય તેવી પરિસ્થિતિ નથી, અને પાણી ઉતર્યા પછી જ અગ્નિદાહ ની પ્રક્રિયા શરૂ કરી શકાશે. તેમજ બંને ઈલેક્ટ્રીક ભઠી તો લાંબો સમય સુધી બંધ રહે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જ્યારે અગ્નિદાહ દેવા માટે નું લાકડું પણ બચ્યું ન હોવાથી નવા લાકડાની વ્યવસ્થા ગોઠવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને લઇને આદર્શ સ્મશાન ના ટ્રસ્ટી ગણ ચિંતા ફેલાઇ છે. એકમાત્ર સ્મશાન ની ઓફીસ માં રહેલા કોમ્પ્યુટર સહિતની સામગ્રી ને બચાવી શકાઈ હતી. બાકી સમગ્ર હિસ્સો પાણીમાં ગરકાવ થયો છે.

ઉપરાંત એક મોટી દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. આજે સવારે પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો ત્યારે સ્મશાનના કર્મચારી જયંતીભાઈ કે જેઓ એક મૃતદેહ ની અંતિમવિધિ સંપન્ન કરી રહ્યા હતા, જે દરમિયાન એકાએક પાણીનો પ્રવાહ ઘુસી આવ્યો હોવાથી તેઓને રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો હતો. અને ફાયર બ્રિગેડની ટુકડીએ અંદર પહોંચી સ્મશાનના કર્મચારી જયંતીભાઈ ને બહાર કાઢી લીધા હતા. ચાલુ વરસાદી સિઝનમાં જામનગરના આદર્શ સ્મશાનને 50 લાખથી પણ વધુ નુકશાન થયાનો અંદાજ છે.


Loading...
Advertisement
Advertisement