5000 ડોલર વધારાની ફી ચુકવી અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી શકશે

14 September 2021 04:55 PM
India World
  • 5000 ડોલર વધારાની ફી ચુકવી અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી શકશે

જો લાંબી લાઈનમાં ઉભું રહેવું ન હોય તો

નવી દિલ્હી તા.14
અમેરિકામાં રોજગાર આધારીત ગ્રીનકાર્ડ બેકલોગમાં વર્ષોથી અપાયેલા અનેક ભારતીયોને ત્યાંના નવા ગ્રીનકાર્ડથી ફાયદો થશે. આ કાયદા હેઠળ વધારાની ફી ચુકવીને કાયદેસર કાયમી રહેઠાણની સુવિધા મળી શકે છે. આ કાયદાથી અનેક ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મદદ મળશે.

જેઓ હાલ ગ્રીનકાર્ડ બેકલોગની મુસીબતમાં અટવાયા છે તેમને લાંબો સમય રાહ જોવી નહી પડે. યુએસની એક કમીટીએ બહાર પાડેલ નિયમ મુજબ જેની પાસે ઈમીગ્રેશન પર અધિકાર ક્ષેત્ર છે. એક રોજગાર આધારીત અપ્રવાસી આવેદક કે જેની પ્રાથમીક તીથિ 2 વર્ષથી વધુ છે તે વધારાનાં 5000 ડોલર ખર્ચીને પરમેનન્ટ રેસીડેન્સ મેળવી શકે છે. ઈમીગ્રેશન ઈન્વેસ્ટર્સ માટે આ શુલ્ક 50000 ડોલર છે જે 2031માં એકસપાયર થશે.

જો કે આ બિલ વિશે વધુ ચર્ચા બાકી છે. 5000 ડોલર વધારાની ફી ચુકવી લોકોને હવે ગ્રીનકાર્ડ મેળવવા લાંબી કતારમાં ઉભુ રહેવું નહી પડે. અમેરિકા દર વર્ષે આશરે 1.40 લાખ લોકોને રોજગારી માટે ગ્રીનકાર્ડ આપે છે. જેમાં દરેક દેશ દીઠ 7 ટકાની મર્યાદા છે એટલે કે એક વર્ષમાં ભારતનાં 9800 લોકો ગ્રીનકાર્ડ મેળવી શકે.


Related News

Loading...
Advertisement
Advertisement