મુખ્યમંત્રીનું બપોરે જામનગરમાં આગમન: ધુંવાવ અને મહાપ્રભુજીની બેઠક વિસ્તારની લીધી મુલાકાત

14 September 2021 05:15 PM
Jamnagar Rajkot
  • મુખ્યમંત્રીનું બપોરે જામનગરમાં આગમન: ધુંવાવ અને મહાપ્રભુજીની બેઠક વિસ્તારની લીધી મુલાકાત
  • મુખ્યમંત્રીનું બપોરે જામનગરમાં આગમન: ધુંવાવ અને મહાપ્રભુજીની બેઠક વિસ્તારની લીધી મુલાકાત
  • મુખ્યમંત્રીનું બપોરે જામનગરમાં આગમન: ધુંવાવ અને મહાપ્રભુજીની બેઠક વિસ્તારની લીધી મુલાકાત
  • મુખ્યમંત્રીનું બપોરે જામનગરમાં આગમન: ધુંવાવ અને મહાપ્રભુજીની બેઠક વિસ્તારની લીધી મુલાકાત
  • મુખ્યમંત્રીનું બપોરે જામનગરમાં આગમન: ધુંવાવ અને મહાપ્રભુજીની બેઠક વિસ્તારની લીધી મુલાકાત
  • મુખ્યમંત્રીનું બપોરે જામનગરમાં આગમન: ધુંવાવ અને મહાપ્રભુજીની બેઠક વિસ્તારની લીધી મુલાકાત

ગાંધીનગરથી હવાઇ માર્ગે નિરિક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, મુખ્ય સચિવ પંકજકુમાર બપોરે બે વાગ્યે જામનગર પહોંચ્યા: જિલ્લા કલેકટર કચેરી ખાતે પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

જામનગર તા.14:
જામનગર જિલ્લાના અનેક ગામોમાં ગઇકાલે ભારે વરસાદને પગલે સજાર્યેલી તારાજીનો તાગ મેળવવા માટ નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે બપોરે જામનગર આવી પહોંચ્યા હતા. સાંસદ અને કૃષિમંત્રી ગાંધીનગરથી તેમની સાથે આવ્યા હતા. જયારે રાજયમંત્રી જામનગરથી જોડાયા હતા. જામનગરની મુલાકાત પછી તેઓ રાજકોટ જવા રવાના થયા હતા.

જામનગરમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળે તારાજી થઇ છે. 4 વ્યકિતઓ પુરમાં તણાઇને મોતને ભેટયા છે તેમજ શહેરમાં 11 પશુના મૃત્યું થયા છે. જયારે જામનગર જિલ્લામાં 100થી વધુ પશુઓના મૃત્યું થયાનો અંદાજ છે. પાંચથી લઇને પચીસ ઇંચ સુધી વરસાદ પડતા બચાવ કાર્ય માટે ફાયરબિગ્રેડ, એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ.ની ટીમો ઉપરાંત નેવી, એરફોર્સની પણ મદદ લેવાઇ હતી. 24 વ્યકિતને હેલીકોપ્ટરથી બચાવાયા હતા. દોઢસોથી વધુ ગામોમાં વિજપુરવઠો ખોરવાયો હતો. તેમજ ગઇકાલે રાજકોટ, કાલાવડ તરફના ધોરીમાર્ગ પણ બંધ કરવા પડયા હતા.

પુરને લીધે થયેલી તારાજીનો તાગ મેળવવા માટે અને તંત્ર દ્વારા થતી કામગીરીની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે બપોરે 2 વાગ્યે જામનગર આવી પહોંચ્યા હતા. ગાંધીનગરથી હવાઇ માર્ગે જામનગર આવી પહોંચ્યા ત્યારે તેમની સાથે રાજયના કૃષિ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ જોડાયા હતા. આ ઉપરાંત રાજયના મુખ્ય સચિવ પંકજકુમાર પણ જામનગર આવ્યા હતા. રસ્તામાં જ તેઓએ જામનગર જિલ્લાના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કર્યુ હતું.

જામનગર ખાતે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા અને અન્ય આગેવાનો ઉપરાંત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, કમિશ્નર વિજયકુમાર ખરાડી જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, એસ.પી. દિપન ભદ્રન સહિતના ઉચ્ચ અધિકારીઓએ આવકાર્યા હતા. જામનગર આવી પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ મંત્રીઓ, સાંસદ, મુખ્ય સચિવ વિગેરે સાથે તારાજીગ્રસ્ત જામનગર નજીકના ધુંવાવ અને મહાપ્રભુજીની બેઠક વિસ્તારની મુલાકાત લીધી હતી.

પુરથી થયેલી તારાજી, વર્તમાન સ્થિતિ, બચાવ કામગીરીને મુદ્દે સ્થાનિક મંત્રીઓ, સાંસદની હાજરીમાં જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ) ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. તેઓએ અધિકારીઓને તાકિદે જનજીવન થાળે પડે તે માટે ઘટતી કામગીરી યુધ્ધના ધોરણે પુરી કરવા અને લોકોની સમસ્યા દૂર કરવા તાકિદ કરી હતી. આ પછી તેઓ પત્રકાર પરિષદને સંબોધ્યા બાદ જામનગરથી રાજકોટ જવા રવાના થનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અતિવૃષ્ટિગ્રસ્ત જામનગર જિલ્લાના ધુવાવ ગામમાં પહોંચી ગયા
ગઇકાલે જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે મહાનગર ઉપરાંત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદી તારાજી થઇ છે અને લોકોને રાહત તથા બચાવની કામગીરી માટે તંત્રને ગીયરઅપ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અસરગ્રસ્તો વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ તેઓ સીધા ધુવાવ ગામે પહોંચ્યા હતા તથા અસરગ્રસ્તોને મળ્યા હતા તથા તમામ સરકારી મદદની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી બન્યાને ર4 કલાકમાં જ લોકોની પીડા જાણીને પોતાનો પ્રથમ પ્રવાસ અસરગ્રસ્તો વચ્ચે કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી ગયા
ગઇકાલે જ રાજયનું સુકાન સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખાસ હેલીકોપ્ટર મારફત જામનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી ગયા હતા જયાં તેમનું જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી તથા પોલીસ વડા દિપેન ભદ્રનએ સ્વાગત કર્યુ હતું તેમની સાથે મંત્રી ધર્મેન્દ્રસિંહ સહિતના અગ્રણીઓ જોડાયા છે. અને વિમાની મથકે તેઓએ કેટલાક અસરગ્રસ્તો સાથે સીધી વાતચીત કરી હતી અને બાદમાં અન્ય વિસ્તારોની મુલાકાતે રવાના થયા હતા. જામનગરથી મુખ્યમંત્રી રાજકોટ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ કલેકટર કચેરીમાં અધિકારીઓ સાથે વાતચીત કરશે.


Related News

Loading...
Advertisement
Advertisement