ગુજરાત-મહારાષ્ટ્ર અને પ.બંગાળમાં જેહાદનું આઈએસનું ષડયંત્ર

14 September 2021 05:17 PM
Gujarat India
  • ગુજરાત-મહારાષ્ટ્ર અને પ.બંગાળમાં જેહાદનું આઈએસનું ષડયંત્ર

બેંગ્લુરુમાં ત્રાસવાદી સામેના ચાર્જશીટમાં મોટો ધડાકો : ઈસ્લામીક શાસન સ્થાપવા માટે મોડયુલ તૈયાર હતું: ગુજરાતના જંબુસરમાં કેન્દ્ર: મુંબઈમાં શસ્ત્રો-દારુગોળો એકત્ર થતો હતો: કર્ણાટકના જંગલમાં નકસલ જેહાદી તાલીમની તૈયારી હતી: માસ્ટરમાઈન્ડ ‘ભાઈ’ હજુ ફરાર

નવી દિલ્હી:
દેશમાં ઈસ્લામ સ્ટેટ (આઈએસ) સંગઠન દ્વારા ગુજરાત-પ.બંગાળ અને મહારાષ્ટ્રમાં જેહાદના માર્ગ ઈસ્લામીક શાસન સ્થાપવા માટે જે ષડયંત્ર રચ્યું છે તેનો પર્દાફાશ થયો છે. નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) એ બેંગ્લુરુની એક અદાલતમાં આઈએસઆઈએસના ત્રાસવાદી શિહાબુદીન ને આ વ્યાપક ષડયંત્રના એક ઓપરેટર તરીકે ગણાવ્યો હતો અને તેની કામગીરી મુંબઈમાં શસ્ત્રો અને દારુગાળો એકત્ર કરવાનો હતો.

એનઆઈએએ નવો ઘટસ્ફોટ કરતા કહ્યું કે અફઘાન કટોકટીના પગલે અફઘાનમાં રહેલા 25 જેટલા આઈએસઆઈએસ ત્રાસવાદીઓ ‘જેહાદ’ માટે ઓનલાઈન ભરતી કરી રહ્યા છે અને આઈએસઆઈએસના આ મોડયુલના બેંગ્લોરના ઓપરેટરને હજુ ઓળખ કરવાની બાકી છે અને તેનું નામ ‘ભાઈ’ હોવાનું માનવામાં આવે છે. તા.3ના બેંગ્લુરુની અદાલતમાં જે ચાર્જશીટ દાખલ કરાયું હતું તેમાં આ માહિતી આપવામાં આવી છે.

ગત જાન્યુઆરીમાં બેંગ્લુરુમાં સ્થાનિક રહેવાસી મહેબૂબા અને અન્ય 16 લોકો સામે કેસ દાખલ થયો હતો અને ત્રાસવાદ તથા હત્યા સાથે સંકળાયેલા ખ્વાજા મોઈનુદીનની સાથે ત્રાસવાદીઓની ભરતી કરવાનો આરોપ મુકાયો હતો. જેઓ દક્ષિણ ભારતમાં યુવા મુસ્લીમોની ભરતી કરતા હતા.

તેઓએ અલહિન્દ મોડયુલ બનાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના જંબુસરમાં પ.બંગાળના બરદ્વાતમાં અને મહારાષ્ટ્રના રત્નાગીરીમાં પણ ખાસ જૂથ રચીને તેમની જેહાદી વિચારધારા ફેરવવા પ્રયાસ કર્યો હતો અને નકસલી તમામને ઉંડા જંગલમાં લઈ જઈને ત્યાં શસ્ત્રો ચલાવવાની અને વિસ્ફોટકોની તાલીમ આપવાની યોજના હતી.

તેઓએ જાન્યુ 2020માં તામિલનાડુમાં એસ.આઈ.વિલ્યનની હત્યા કરી હતી અને તેનો માસ્ટર માઈન્ડ શિહાબુદીન કતાર નાસી ગયો હતો. જયાંથી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. મોઈનુદીને મોટી સંખ્યામાં યુવા જેહાદીની ભરતી કરીને શસ્ત્રો તથા દારુગોળો એકત્ર કર્યો હતો અને કર્ણાટકના જંગલોમાં તાલીમ કેમ્પ બનાવવાની યોજના હતી અને ડાર્ક વેબ મારફત મે આઈએસઆઈએસ સાથે સંપર્કમાં હતા.


Related News

Loading...
Advertisement
Advertisement