મત માટે આમ આદમી પાર્ટી રામના શરણે!

14 September 2021 05:19 PM
India
  • મત માટે આમ આદમી પાર્ટી રામના શરણે!

‘આપ’ દ્વારા અયોધ્યામાં તિરંગા યાત્રા : કોઈ સમયે રામમંદિરની જગ્યાએ યુનિવર્સીટી બનાવવાની વાત કરનાર સિસોદીયા કહેછે-રામ રાજય સુશાસનનો પર્યાય

અયોધ્યા તા.14
કયારેક અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિરના બદલે વિશ્ર્વ વિદ્યાલય બનાવવાની માંગ કરનાર આમ આદમી પાર્ટી યુપીમાં ભાજપને પડકાર આપવા માટે હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને રામના શરણે ગઈ છે. જીહા, આમ આદમી પાર્ટી અયોધ્યામાં તીરંગા યાત્રા કાઢવા જઈ રહી છે.

પાર્ટીનો દાવો છે કે તે ભાજપનાં નકલી રાષ્ટ્રવાદને ખુલ્લો પાડશે.આ સાથે જ પાર્ટી ચૂંટણી જંગમાં પણ ઉતરી રહી છે. અયોધ્યામાં આપની તિરંગા યાત્રાના એક દિવસ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા હનુમાનમઢી પહોંચ્યા હતા અને રામલલાની આરાધના કરી હતી.

ડેપ્યુટી સીએમ સિસોદીયાને જયારે પૂછવામાં આવ્યું કે આપ પર હિન્દુત્વને લઈને બીજી પાર્ટીઓને ઘેરવાનાં આરોપ લાગતા રહે છે. અન્ય રાજનીતિક પાર્ટીઓ પણ રામનગરી પહોંચી રહી છે. આવા સમયે આપની અયોધ્યા યાત્રા કેવી રીતે જોવામાં આવે તેવા પ્રશ્નના ઉતરમાં સિસોદીયાએ જણાવ્યું હતું કે રામ બધાના છે.બધાએ અયોધ્યા આવવું જોઈએ.રામ રાજય સુશાસનો પર્યાય છે જો કોઈ રામ પર રાજનીતિ કરવા આવે તો તે અલગ વાત છે.


Related News

Loading...
Advertisement
Advertisement