નવી કેડરને મહત્વ અપાતા ભાજપના સિનિયર ધુંધવાયા

14 September 2021 05:21 PM
Ahmedabad Gujarat
  • નવી કેડરને મહત્વ અપાતા ભાજપના સિનિયર ધુંધવાયા

ત્રણ રાજયોના મુખ્યમંત્રી બદલવાની રણનીતિ સામે પ્રશ્ન : નવા મુખ્યમંત્રીમાં નવા ચહેરા- સિનીયર્સ માટે નિવૃતિ જેવી જ સ્થિતિ: વિશાલ ટેકેદાર વર્ગ પણ નારાજ: છતાં પક્ષ કહે છે વ્યક્તિગત અસંતોષ કોઈ નુકશાન નહી કરે

નવી દિલ્હી:
ભાજપના ટોચના મોવડીમંડળે પક્ષના શાસનના રાજયોમાં જે મોટાપાયે ‘કેડર’ બદલવાની કવાયત શરુ કરી છે જેના કારણે પક્ષના અનેક વરિષ્ઠ રાજય કક્ષાના નેતાઓના રાજકીય ભારત પર પ્રશ્ર્નાર્થ સર્જાવા લાગતા આ સીનીયર નેતાઓ ચિંતીત થયા છે.

ભાજપે સતામાં 75 વર્ષની ઉમર મર્યાદા લાગુ કરી છે અને 2014થી તે બાદની ઉમરના નેતાઓને વિદાય આપવામાં આવી રહી છે તો અનેક પીઢ નેતાઓને રાજયપાલ જેવી કામગીરી આપીને પાંચ વર્ષનો સતા નજીકનો સાથ આપ્યો છે પણ હવે મુખ્યમંત્રી બદલવામાં જે રીતે પ્રથમ હરોળના અનેક નેતાઓના દાવા ને અવગણીને બીજી કેડરમાં લોકપ્રિય કે જનતાની દ્રષ્ટીએ નેતૃત્વ કરી શકે નહી તેવા નેતાઓને શાસન સોપવા લાગતા પુરી પ્રથમ હરોળ જ નિવૃત થઈ ગઈ હોય તેવી સ્થિતિ છે.

ઉતરાખંડ-કર્ણાટક અને ગુજરાત બાદ હવે હિમાચલ પ્રદેશ અને પછી મધ્યપ્રદેશ અને હરિયાણામાં આવી સ્થિતિ બની શકે છે. ઉતરાખંડમાં તિરથસિંઘ રાવતને દુર કરાયા તો તેમની હરોળના અનેક નેતાઓને આશા હતી પણ બીજી વખત ધારાસભ્ય બનેલા પુષ્કરસિંહ ધામીને રાજગાદી સોપવામાં આવી હતી.

કર્ણાટકમાં યેદીયુરપ્પાના અનુગામી બનવા માટે ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ મોજૂદ હતા પણ તેના બદલે જનતાદળમાંથી આવેલા બસવરાજ બોમ્બઈને શાસન સોંપી દેવાયું અને હવે ગુજરાતમાં વિજય રૂપાણીના સ્થાને પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવતા છેક જનસંઘ સમયથી ભાજપની મશાલ પકડનાર અનેક નેતાઓ નિવૃતિમાં હડસેલાઈ ગયા છે.

જો કે પક્ષ બને છે કે નવી કેડરને આગળ લાવવા માટે આ જરૂરી છે. પક્ષમાં સિનીયર્સની નારાજગીની વાત છે પણ પક્ષ પુરી સતર્કતાથી આ કામ કરી રહ્યા છે. ભારત કેડર આધારીત પક્ષ છે તેથી કેડર જ મહત્વની છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણેય રાજયોમાં જે નિર્ણય સોપાયો છે તેના કારણે અન્ય રાજયોમાં પણ સિનીયર્સ કેડર ચિંતામાં છે. ઉપરાંત નવી કેડર એ કાર્યકર્તાઓ નેતાઓને કેટલી સાથે રાખી શકશે તે પણ પ્રશ્ર્ન છે.


Related News

Loading...
Advertisement
Advertisement