જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ની રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો. માલમને સન્માનિત કરાયા

14 September 2021 05:28 PM
Junagadh
  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ની રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો. માલમને  સન્માનિત કરાયા

જૂનાગઢ, તા.14
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો. માલમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે વિદ્યાર્થીલક્ષી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં રમતગમત, તાલીમ કાર્યક્રમો, એડવેન્ચર એક્ટિવિટી, રાષ્ટ્રીય સેવા યોજનાની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. કોરોનાની મહામારી પરિસ્થિતિમાં પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢની રાષ્ટ્રીય સેવા યોજનાના તમામ કોલેજ/પોલિટેકનિકના સ્વયં સેવકોએ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર તથા પ્રોગ્રામ ઓફિસરોના માર્ગદર્શનથી પોતાના વતનમાં જ રહી વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જેમાં કોરોનાનો ફેલાવો અટકાવવા લોકોને માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા, ગામમાં સેનીટાઇઝેશન કરવું વગેરે કામગીરી કરાઈ. તેમજ કોવિડ સેન્ટરોમાં ચા-પાણી નાસ્તો તથા જમવાની વ્યવસ્થામાં મદદ કરવી રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવી જેવા કાર્યો કર્યા હતા.

કોરોનાલક્ષી કાર્યોની નોંધ રાજ્યના એન. એસ. એસ. એલ. દ્વારા લેવામાં આવી હતી જેમાં જૂનાગઢના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો, પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ વતી પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો. બી.આ.ર માલમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણ, સંશોધન નિયામકશ્રી ડો. પી.એમ. ચૌહાણ તેમજ તમામ કોલેજ /પોલિટેકનિકના આચાર્યશ્રીઓએ રાષ્ટ્રીય સેવા યોજનાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.Loading...
Advertisement
Advertisement