જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મુલતવી રાખવામાં આવી

14 September 2021 05:29 PM
Junagadh
  •  જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મુલતવી રાખવામાં આવી

જૂનાગઢ, તા.14
જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિ તથા ફરિયાદ સમિતિની બેઠક તા. 18/9/2021 ના રોજ યોજાવાની હતી. જે બેઠક હાલ મુલતવી રાખવામાં આવેલ છે.

આ બેઠક દર માસના ત્રીજા શનિવારે કલેકટર કચેરી ખાતે સભાખંડમાં યોજવામાં આવે છે. પરંતુ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા, નગરપાલિકા વિસાવદર તથા માણાવદરના એક વોર્ડની તથા વિસાવદર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે.જે અન્વયે આ ચૂંટણી સંબંધી અન્ય કામગીરીને ધ્યાનમાં લેતા તા. 18/9/2021 ના રોજ યોજવામાં આવેલ બેઠક મુલતવી રાખવામાં આવી છે. જેની નોંધ લેવા અધીક જિલ્લા કલેકટરશ્રી દ્વારા જણાવાયું છે.


Loading...
Advertisement
Advertisement