આલીધ્રા ગામનો ૩૧ વર્ષીય યુવાન ગુમ

14 September 2021 05:31 PM
Junagadh Crime
  • આલીધ્રા ગામનો ૩૧ વર્ષીય યુવાન ગુમ


જૂનાગઢ તા.14
મેંદરડા તાલુકાના આલીધ્રા ગામે રહેતા 31 વર્ષીય પ્રકાશભાઇ ધનશ્યામભાઇ મોઢા તા.7-9-2021ને 7 વાગ્યા આસપાસ ચોકી ગામેથી ગુમ થયા છે. તેની ઉંચાઇ ૫.૩ ફુટ, બાંધો મધ્યમ અને રંગ ઘઉંવર્ણ છે. ગુમ થયા ત્યારે કોફી કલરનો શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેર્યુ છે અને નંબરના ચશ્મા પહેરે છે. પ્રકાશભાઇ વ્યાજ વટાવાનો ધંધો કરતા હોય અને નુકસાની થતા કોઇને કહ્યા વગર નીકળી ગયા છે. આ યુવાનની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જૂનાગઢ તાલુકા પોલીસે જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement