બરોડા મેડિકલ કોલેજના મધ્યસ્થ પુસ્તકાલયની અદ્યતન કોમ્પ્યુટર લેબનો શુભારંભ :ડો. સ્વ. ટી.વી. પટેલ ટ્રસ્ટના સહયોગથી કરાયું નિર્માણ

14 September 2021 05:34 PM
Vadodara
  • બરોડા મેડિકલ કોલેજના મધ્યસ્થ પુસ્તકાલયની અદ્યતન કોમ્પ્યુટર લેબનો શુભારંભ :ડો. સ્વ. ટી.વી. પટેલ ટ્રસ્ટના સહયોગથી કરાયું નિર્માણ

આશરે રૂ. 30 લાખના ખર્ચે બનેલ અદ્યતન કોમ્પ્યુટર લેબથી વિદ્યાર્થીઓને સંદર્ભ સાહિત્ય, જર્નલ, બુક વગેરે ઓનલાઈન ઉપલબ્ધ થશે

વડોદરા તા.14 સપ્ટેમ્બર, 2021
એસ.એસ.જી. હોસ્પિટલના પરિસરમાં આવેલ બરોડા મેડિકલ કોલેજની મધ્યસ્થ પુસ્તકાલયમાં ડો. ટી.વી પટેલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ અદ્યતન કોમ્પ્યુર લેબનુ ડીન ડો. તનુજા જાવડેકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડો. સ્વ. ટી.વી. પટેલ ટ્રસ્ટના હોદ્દેદાર સર્વ શ્રી ડો. જીતેન્દ્ર પટેલ, હર્ષદ પટેલ, નીલ પટેલ, વંદના પટેલ અને એસ.એસ.જી. હોસ્પિટલના તબીબી સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન અય્યર સહિતના મહનુભાવોની ઉપસ્થિતિમાં રિબીન કાપીને કોમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ડો. રંજન અય્યરે જણાવ્યુ કે, જેમના નામે ટી.વી. પટેલ ટ્રસ્ટ ચાલે છે તેવા સ્વ.ઠાકોરભાઈ પટેલ એક સમયના ગુજરાતના આરોગ્ય મંત્રી રહેલા છે તેમનો એસ.એસ.જી. હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ સાથે પણ નાતો પણ રહ્યો છે. તેઓ ગાયનેક વિભાગમાં પ્રાધ્યાપક અને વિભાગના વડા પણ રહી ચૂક્યા છે. ત્યારે આ ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ કોમ્પ્યુટર લેબથી ખાસ કરીને કોરોના મહામારીમાં જ્યારે અભ્યાસ જેવી પ્રવૃત્તિ ઓનલાઈન થઈ છે, ત્યારે વિધાર્થીઓને અભ્યાસઅર્થે અદ્યતન કોમ્પ્યુટર લેબથી સવિશેષ લાભ થશે. તેવી લાગણી ડો. રંજન અય્યરે વ્યક્ત કરી હતી.

બરોડા મેડિકલ કોલેજના ડીન ડો. તનુજા જાવડેકરે જણાવ્યું કે, ડો. ટી.વી. પટેલ લાઈબ્રેરી ડેવલપમેન્ટ ફંડમાંથી આશરે રૂ. 30 લાખના ખર્ચે નિર્માણ પામેલ 50 કોમ્પ્યુટરથી સજ્જ અદ્યતન કોમ્પ્યુટર લેબથી વિદ્યાર્થીઓને સંદર્ભ સાહિત્ય, જર્નલ, બુક વગેરે અભ્યાસ ખૂબ માટે ઉગયોગી નિવડશે.

આ પ્રસંગે ઓર્થોપેડિક વિભાગના વડા ડો. હેમંત માથુર, નોડલ ઓફિસર ડો. બેલીમ, ડો. શોયબ સહિતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તબીબી શિક્ષણ સંસ્થામાં આવી અદ્યતન કોમ્પ્યુટર લેબ ગુજરાતમાં ક્યાંય નથી અને દેશમાં જૂજ છે...
બરોડા મેડિકલ કોલેજના પુસ્તકાલયમાં તબીબી વિદ્યાર્થીઓ ના શૈક્ષણિક ઉપયોગ માટેની 50 અદ્યતન કોમ્પ્યુટર થી સુસજ્જ લેબ નો શુભારંભ કરાવતા ડીન ડો.તનુજા જાવડેકરે જણાવ્યું હતું કે, લગભગ ગુજરાતની કોઈ તબીબી શિક્ષણ સંસ્થામાં તબીબી વિદ્યાર્થીઓ માટે આવી અદ્યતન કોમ્યુટર લેબ ઉપલબ્ધ નથી અને દેશમાં પણ કદાચિત જૂજ તબીબી શિક્ષણ સંસ્થાઓમાં આવી સુવિધા ઉપલબ્ધ હશે.

કોરોના પછી ઓનલાઇન ટ્રેન્ડ છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, અહીં ઓનલાઇન બુક્સ નો ઍક્સેસ છે. અહીં ઓનલાઇન બુક્સ, જર્નલ ઉપલબ્ધ છે અને તે પૈકીની ઘણી ડાઉન લોડ પણ કરી શકાય છે.ખરીદી ન શકાય કે જોઈ પણ ન હોય તેવી બુક્સ નો ઍક્સેસ આ સુવિધા થી સરળ બન્યો છે. આ લેબની મદદ થી વિદ્યાર્થીઓ ઓનલાઇન નેશનલ કે ઇન્ટરનેશનલ સેમિનાર,વર્કશોપ ઈત્યાદિમાં જોડાઈ શકશે.

Loading...
Advertisement
Advertisement