સેજલબેન પ્રકાશકુમાર પરમાર ગુમ થયા છે

14 September 2021 05:40 PM
Vadodara Crime
  • સેજલબેન પ્રકાશકુમાર પરમાર ગુમ થયા છે

વડોદરા તા.14
વડોદરા શહેરના બિલ કલાલી રોડ પરના પુષ્પમ હોમ ખાતે રહેતા પ્રકાશકુમાર બકુલભાઈ પરમારના પત્ની સેજલબેન તા.01-09-2021ના રોજ ગુમ થયેલ છે. સેજલબેનની ઉંમર આશરે 31 વર્ષ, ઊંચાઈ 5.4ફૂટ અને રંગે ઘઉંવર્ણા છે. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. તેમણે બદનમાં પંજાબી ડ્રેસ પહેરેલ છે. તેમના સંબંધિત કોઈપણ જાણકારી મળ્યે માંજલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

હીનાબેન મન્સુરી ગુમ થયા છે
વડોદરા શહેરના યાકુતપુરા દરબાન ફળિયા ખાતે રહેતા ઈસ્માઈલ ગુલામમહંમદ મન્સુરીના પત્ની તા.05-09-2021ના રોજ ગુમ થયેલ છે. હીનાબેનની ઉંમર આશરે 29 વર્ષ, શરીરે પાતળા બાંધાના અને રંગે ઘઉંવર્ણા છે. તેમણે બદનમાં બ્લ્યુ ટોપ અને કાળી લેગિસ પહેરેલી છે. તેમના સંબંધિત કોઈપણ જાણકારી મળ્યે વડોદરા શહેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement