રાજયમાં નવા મંત્રીમંડળના કાર્યાલય માટે અંગત સચિવ અને મદદનીશની નિમણુંકની વહીવટી પ્રક્રિયા શરૂ

14 September 2021 06:04 PM
Ahmedabad Gujarat
  • રાજયમાં નવા મંત્રીમંડળના કાર્યાલય માટે અંગત સચિવ અને મદદનીશની નિમણુંકની વહીવટી પ્રક્રિયા શરૂ

મુખ્યમંત્રી દ્વારા 70 સેકશન અને નાયબ સેકશન અધિકારીઓની યાદીને મંજૂરી અપાઇ

ગાંધીનગર, તા. 4
રાજ્ય સરકારના નવા મંત્રીમંડળના કાર્યાલય માટે અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક કરવા માટેની કાર્યવાહી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વચગાળાની વ્યવસ્થા અથવા અનિયમિત વ્યવસ્થા કરવાના ભાગરૂપે શરૂ કરેલી આ પ્રક્રિયામાં સેકશન અધિકારી અને નાયબ સેક્શન અધિકારી વર્ગના કુલ 70 અધિકારીઓના નામ ની યાદી જાહેર કરી છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે રાજ્ય સરકારના નવા મંત્રીમંડળના કાર્યાલય માટે વચગાળાની વ્યવસ્થા કરવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ કરી દીધી છે જેમાં 35 જેટલા સેકશન અધિકારી ની અંગત સચિન ની કામગીરી માટે નિમણૂક કરવામાં આવશે તેમ જ નાયબ સેક્શન અધિકારી ની અંગત મદદનીશ તરીકેની કામગીરી કરવા માટે નિમણૂક કરવામાં આવશે અને આ માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગો ના 70 જેટલા સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારી ઓના નામ ની યાદી જાહેર કરવામાં આવી છે

જેમાં સ્પષ્ટ કહ્યું છે કે મંત્રીમંડળની સપથવિધી પછી બે મહિના અથવા નિયમિત સ્ટાફની નિમણૂક કરવામાં આવશે જોકે પ્રક્રિયાના ભાગરૂપે આજે સાંજે 5:00 તમામ સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારીઓની ખાસ બેઠક મળશે જેમાં નિશ્ચિત કરેલા અધિકારીઓને નિમણૂક પત્રો આપવાની કામગીરી કરવામાં આવશે ઉલ્લેખની છે કે જાહેર કરેલી યાદીમાં 35 ટ્રેકટર અધિકારીઓ અને 35 નાયબ સેક્શન અધિકારીઓને સમાવેશ કરવામાં આવી છે અને આ તમામને બેઠકમાં હાજર રહેવા સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર દ્વારા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement