શેરબજારમાં તેજી : સેન્સેકસ 75 પોઇન્ટ ઉંચાકાયો: અમી ઓર્ગેનીકનું ધમાકેદાર લીસ્ટીંગ

14 September 2021 06:04 PM
Business India
  • શેરબજારમાં તેજી : સેન્સેકસ 75 પોઇન્ટ  ઉંચાકાયો: અમી ઓર્ગેનીકનું ધમાકેદાર લીસ્ટીંગ

અમી ઓર્ગેનીક 53 ટકા ઉછાળ્યો : બેંક શેરો લાઇટમા

મુંબઇ શેરબજારમાં આજે તેજીનો ઝોક રહ્યો હતો પસંદગીના ધોરણે ધૂમ લેવાલી રહેવાથી સેન્સેકસ 75 પોઇન્ટ ઉંચકાયો હતો અને 58253 સાંપડયો હતો. ઉંચામાં 58482 તથા નીચામાં 58214 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 26 પોઇન્ટ વધીને 17381 હતો તે ઉંચામાં 17438 તથા નીચામાં 17367 હતો. ઇન્ડુસઇન્ડ બેંક, હીરો મોટો, અદાણી પોર્ટ, એકસીસ બેંક, કોટક બેંક વગેરે ઉંચકાયા હતા. નેસલે, ભારત પેટ્રો, ટીસ્કો વગેરે નબળા હતા.શેરબજારમાં આજે નવી કંપની અમી ઓર્ગેનીકનું ધમાકેદાર લીસ્ટીંગ હતું ઓફર ભાવથી 53 ટકા ઉંચકાઇને 935 સાંપડયો હતો. ઇન્વેસ્ટરો ખુશખુશાલ હતા.


Related News

Loading...
Advertisement
Advertisement