માધાપર ગામની સોસાયટીઓમાં હજુ પાણી

14 September 2021 06:09 PM
Rajkot
  • માધાપર ગામની સોસાયટીઓમાં હજુ પાણી
  • માધાપર ગામની સોસાયટીઓમાં હજુ પાણી

અનેક વિસ્તારો હજુ જળબંબાકાર : વોંકળા દબાઇ ગયા : ચૂંટણી વચનો યાદ કરાવતા ગાયત્રીબા વાઘેલા

રાજકોટ, તા. 14
રાજકોટ શહેર મા છેલ્લા 48 કલાક મા પડેલ અતિ ભારે વરસાદ ના કારણે નદી નાળા પાણી થી છલો છલ વહે છે ત્યારે ચોમાસા ના પ્રારંભે રાજકોટ મ.ન.પા ના ભાજપ ના શાસકો દ્વારા પ્રિમોનસુન કામગીરી ની વાતો કરવામા આવે છે પરંતુ અનરાધાર વરસાદે વાસ્તવીકતા ની પોલ ખોલી નાંખી છે તેમ વોર્ડ નં.3ના પૂર્વ કોંગી કોર્પોરેટર અને પ્રદેશ મહિલા પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ જણાવ્યું છે.

ગઇકાલથી વિસ્તારમાં લોકોની મદદ માટે સતત હાજર રહેલા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે અધકચરા વિકાસ અને ઉતાવળે શહેર ના વોર્ડ નંબર 3 મા ભેળવવા આવેલ માધાપર ગામ પ્રાથમિક સુવીધા થી વંચીત છે માધાપર ચોકડી પાસેથી પસાર થતો પાણી નો કુદરતી વોકળો અવરોધાતા વોકળા ના પાણી ગામમા અને આજુબાજુ ની સોસાયટી ઓ મા પાણી ફરી વળ્યા હતા. આજે 48 કલાક બાદ પણ હજુય ભુગર્ભ ગટર વોકળા સફાઈ કરવામા ન આવતા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્ય લક્ષી કામગીરી કરવામા પણ ઘોર લાપરવાહી ના કારણે રોગચાળો વકરવા ની પણ દહેશત છે.

તંત્ર દ્વારા તાકીદે પગલાઓ ભરવામા આવે તે જરૂરી છે. આ વિસ્તાર માથી પસાર થતા કુદરતી પાણી ના વહેણ અંગે ની માહીતી જો માધાપર ગામ ના જુના રેકોર્ડ મા હોય તો મેળવી પાણીના વહેણ ચોખ્ખા કરવામા આવે જેથી આ સમસ્યા નો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. તત્કાલીક ઘોરણે ચુંટણી સમયે આપેલા વચનો મુજબ રોડ-રસ્તા, લાઈટ, ગટર,પાણી,ભુગર્ભ, આરોગ્ય સહીતની સેવા પુરી પાડવામા આવે અને આ વિસ્તાર ના લોકો ને કહેવાતા સ્માર્ટ સિટી રાજકોટ શહેર મા રહેતા હોય તેવો એહેશાસ કરાવવો જોઈએ તેવું અંતમાં જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement