આજીવન કારાવાસ એટલે જીવનભરની સખ્ત કેદની સજા: સર્વોચ્ચ અદાલત

14 September 2021 06:10 PM
India
  • આજીવન કારાવાસ એટલે જીવનભરની સખ્ત કેદની સજા: સર્વોચ્ચ અદાલત

આરોપી મૃત્યુ સુધી જેલમાં રહેશે: સ્પષ્ટતા

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે આજીવન કારાવાસ એટલે જીવનભરની સખ્ત કેદની સજા ગણાશે. દેશમાં દેશમાં જન્મટીપ- આજીવન કારાવાસ વિ. સજા અંગે સતત સર્જાઈ રહેલી દ્વીધામાં આજે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે ન્યાયીક પ્રક્રિયામાં સજાની પ્રક્રિયામાં કોઈ મૃત્યુની તારીખ હોતી નથી પણ આરોપીને આજીવન કારાવાસ એટલે જીવનભર સખ્ત કેદની સજા સાથે જેલમાં રહેવાનું રહે છે. ત્યાં કોઈ સાદી કેદની સજા નથી અને આ અંગે જે ન્યાયીક વ્યાખ્યા છે તેમાં કોઈ ફેરફારની જરુર નથી. બાર એન્ડ બેન્ચ દ્વારા આ અંગે જસ્ટીસ એલ.નાગેશ્ર્વરરાવની ખંડપીઠને ટાંકીને સ્પષ્ટતા કરવામાં આવી છે અને આ અંગે અગાઉની તમામ સુવિધાનો અંત આવ્યો છે અને આ જ સ્થિતિ દરેક કેસમાં લાગુ થશે.


Related News

Loading...
Advertisement
Advertisement