વાગુદળના નવા ગાર્ડનની દિવાલ ધરાશાયી

14 September 2021 06:19 PM
Rajkot
  • વાગુદળના નવા ગાર્ડનની દિવાલ ધરાશાયી
  • વાગુદળના નવા ગાર્ડનની દિવાલ ધરાશાયી

મનપાને 30 થી 35 લાખનું નુકસાન : શહેરમાં 11 વૃક્ષ પડયા

રાજકોટ, તા. 14
રાજકોટમાં સોમવારે પડેલા વિક્રમી વરસાદના કારણે બહુ મોટી આફત જેવી નુકસાન થઇ નથી. પરંતુ મહાપાલિકાના રસ્તા સહિતની ઘણી મિલ્કતને નાનુ મોટુ નુકસાન થયું હોય તેનો સર્વે શરૂ થયો છે.

થોડા સમય પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ન્યારી-1 ડેમ ડાઉન સ્ટ્રીમમાં વાગુદળ ખાતે લોકાર્પણ કરવામાં આવેલા નવેનવા ગાર્ડનમાં નુકસાની થઇ છે. કમિશનર અમિત અરોરાએ કહ્યું હતું કે ડેમના એક સાથે 11 દરવાજા ખોલવામાં આવતા પાણી ધસમસતુ નીકળ્યું હતું. આ પાણી ગાર્ડન તરફ પણ આવ્યું હતું. આથી વિશાળ રેલીંગ સાથેની કમ્પાઉન્ડ વોલનો એક મોટો ભાગ પડી ગયો છે.

દરમ્યાન ગઇકાલના ભારે વરસાદથી રાજકોટમાં જુદા જુદા રસ્તે 11 વિશાળ વૃક્ષ પડી ગયા હતા. જે રસ્તા પરથી દુર કરવા અને ડાળીઓ ભરવા સહિતની કામગીરી કરવામાં આવ્યાનું ગાર્ડન ડિરેકટર ડો.હાપલીયાએ જણાવ્યું છે. વાગુદળના ગાર્ડનની દિવાલ પડી જતા તંત્રને 30 થી 3પ લાખનું નુકસાન થયાનો અંદાજ છે.


Related News

Loading...
Advertisement
Advertisement