ભાવનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો

14 September 2021 06:19 PM
Bhavnagar
  • ભાવનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો

24 કલાકમાં અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો

ભાવનગર,તા.14
ભાવનગરમાં વરસાદે વિરામ લીધો છે. અને ઉઘાડ નીકળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં અર્ધાથી બે ઇંચ વરસાદ નોંધાયો.જીલ્લામાં સરેરાશ 411 મી.મી. વરસાદ થતા સીઝનનો કુલ વરસાદ 70 ટકાને આંબવા આવ્યો છે. ગોહિલવાડ પંથકમાં સવારથી જ ઉઘાડ નીકળ્યો છે. સૂર્યનારાયણે દર્શન દેતા તકડો નીકળ્યો હતોછેલ્લા 24 કલાકમાં ભાવનગર અને ધોલમાં 2 ઇંચ, સિહોરમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે જીલ્લાના અન્ય તાલુકાહઓમાં છુટો છવાયો વરસાદ જ પડયો છે.એવરેજ વરસાદ 411 મી.મી. થઇ ગયો છે. જે જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદ 595 મી.મી.ના 69.50 ટકા થઇ ગયો છે. ભાદરવાના વરસાદે ગોહિલવાડમાં પાકયો પક્ષીનું ચિત્ર સુખદ કર્યુ છે.


Loading...
Advertisement
Advertisement