માર્કેટીંગ યાર્ડની પેઢીના સનફલાવર તેલમાં હલકા ખાદ્યતેલની ભેળસેળ : સીઝ થયેલો નમુનો નાપાસ

14 September 2021 06:21 PM
Rajkot
  • માર્કેટીંગ યાર્ડની પેઢીના સનફલાવર તેલમાં હલકા ખાદ્યતેલની ભેળસેળ : સીઝ થયેલો નમુનો નાપાસ

વધુ બે દુકાનમાંથી લાડુના નમુના લેવાયા

રાજકોટ, તા. 14
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા માર્કેટ યાર્ડની સોનિયા ટ્રેડર્સમાંથી સીઝ કરવામાં આવેલ સનફલાવર તેલમાં હલકા ખાદ્ય તેલની ભેળસેળનો રીપોર્ટ આવ્યો છે. જે અંગે હવે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે.

તા.5-7ના રોજ આરટીઓ પાછળના જુના માર્કેટ યાર્ડમાં ફૂડ તંત્રની ટીમે દરોડા પાડયા હતા. સોનિયા ટ્રેડર્સ નામની પેઢીમાંથી શંકાના આધારે 15 કિલો પેકીંગના 395 ડબ્બા સનફલાવર તેલના સ્થગિત કરવામાં આવ્યા હતા. રૂા. 9.83 લાખનો માલ સીઝ કરીને તેમાંથી તેલનો નમુનો લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. ફૂડ એનાલીસ્ટના રીપોર્ટમાં આ સબ સ્ટાડર્ન્ડ સેમ્પલમાં હલકી કક્ષાના ખાદ્ય તેલની ભેળસેળ સાબિત થઇ છે. આથી હવે કેસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં ગણેશ ઉત્સવ દરમ્યાન મોદકના નમુના લેવાની કામગીરી પણ ફૂડ વિભાગે ચાલુ રાખી છે. સહકાર મેઇન રોડ પર આવેલ અશોક ડેરી ફાર્મમાંથી લાસા મોદક લાડુ અને હરિ ધવા રોડની બાપા સીતારામ ડેરીમાંથી ચોકલેટ મોદક લાડુના નમુના લઇ પૃથકકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
વરસાદ સિવાયના દિવસોમાં પ્રસાદી સહિતના સેમ્પલ લેવાની કામગીરી ફરી ચાલુ રહેશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement