રાજકોટનાં 6 સ્ટેટ હાઇવે સહિત કુલ 39 રસ્તાઓ બંધ

14 September 2021 06:27 PM
Rajkot
  • રાજકોટનાં 6 સ્ટેટ હાઇવે સહિત કુલ 39 રસ્તાઓ બંધ
  • રાજકોટનાં 6 સ્ટેટ હાઇવે સહિત કુલ 39 રસ્તાઓ બંધ

ભારે વરસાદના પગલે : જામનગર-કાલાવડનો 1 નેશનલ હાઇવે સહિત 38 રસ્તાઓ ઠપ્પ

રાજકોટ, તા. 14
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમરોળી રહ્યા છે. રાજકોટ, જુનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાય ગયા છે સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ ખુબ કફોડી બની છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ ધોવાય ગયા છે. તેમજ વાહન વ્યવહારને માઠી અસર થઇ છે.

રાજકોટ-જામનગર સહિતનાં જિલ્લાઓમાં તા. 14ના રોજ આભ ફાટયાની સ્થિતિ ઉભી થઇ હતી જેને પગલે ગુજરાત રાજય માર્ગ અને મકાન વિભાગે પોતાની હસ્તકનાં વાહન વ્યવહારનાં અનેક અસરગ્રસ્ત માર્ગોને બંધ કરવા પડયા હતા. રાજયમાં કુલ 201 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેને પાણી ઓસરાયા બાદ ખોલાશે.
માર્ગ-મકાન વિભાગે જામનગર કાલાવડનાં નેશનલ હાઇવે સહિત 18 સ્ટેટ હાઇવે 20 અન્ય માર્ગો તેમજ 162 પંચાયત હસ્તકનાં માર્ગો બંધ કર્યા છે.

રસ્તા બંધ થવાને પગલે અનેક ગામડાઓને અસર થઇ છે. ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના 6 સ્ટેટ હાઇવે, 11 અન્ય માર્ગો સહિત કુલ 39 વાહન વ્યવહારનાં માર્ગો બંધ કરી દેવાયા છે. જામનગર જિલ્લાના નેશનલ હાઇવે, 4 સ્ટેટ હાઇવે સહિતના કુલ 38 માર્ગો બંધ કરાયા છે જયારે જુનાગઢના પણ 3 સ્ટેટ હાઇવે સહિત ર3 જેટલા માર્ગો ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement