આજીમાં ફેબ્રુઆરી, ન્યારીમાં એપ્રિલ, ભાદરમાં જુલાઇ-2022 સુધીનું પાણી આવ્યુ

14 September 2021 06:36 PM
Rajkot
  • આજીમાં ફેબ્રુઆરી, ન્યારીમાં એપ્રિલ, ભાદરમાં જુલાઇ-2022 સુધીનું પાણી આવ્યુ
  • આજીમાં ફેબ્રુઆરી, ન્યારીમાં એપ્રિલ, ભાદરમાં જુલાઇ-2022 સુધીનું પાણી આવ્યુ
  • આજીમાં ફેબ્રુઆરી, ન્યારીમાં એપ્રિલ, ભાદરમાં જુલાઇ-2022 સુધીનું પાણી આવ્યુ
  • આજીમાં ફેબ્રુઆરી, ન્યારીમાં એપ્રિલ, ભાદરમાં જુલાઇ-2022 સુધીનું પાણી આવ્યુ
  • આજીમાં ફેબ્રુઆરી, ન્યારીમાં એપ્રિલ, ભાદરમાં જુલાઇ-2022 સુધીનું પાણી આવ્યુ

આજી ડેમના ગેઇટ બંધ : ઓવરફલો થવામાં દોઢ ફુટનું છેટુ : 24 કલાકમાં ચિત્ર પલ્ટાઇ ગયું

ત્રણેય ડેમમાં 6.10 થી 7.71 ફુટ પાણીની નવી આવક : ન્યારી ડેમ ઓવરફલો ચાલુ : ભાદર પણ 30 ફુટને વટાવી ગયો

રાજકોટ, તા.14
રાજકોટ શહેરમાં અને આજુબાજુના ગામોમાં ગત રાત્રિથી વરસી રહેલા ભારે વરસાદને પરિણામે, રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડી રહેલા જળાશયોમાં નવા નીરની સારી એવી આવક થયેલ છે. સૌની યોજનાનું પાણી આજી ડેમમાં નવી આવકના કારણે બંધ કરવામાં આવ્યું હતું.

29 ફુટના આ ડેમની સપાટી 27.45 ફુટ પર પહોંચી છે અને ડેમમાં 827 એમસીએફટી પાણી છે. 25 ફુટનો ન્યારી ડેમ ઓવરફલો થતા 1248 એમસીએફટી પાણી સંગ્રાહાયુ છે તો 34 ફુટના ભાદર-1 ડેમનું લેવલ 30.20 ફુટ છે અને ડેમમાં 4964 એમસીએફટી પાણીનો જથ્થો છે. આજી-1 ડેમનું પાણી રાજકોટને ર8 ફેબ્રુઆરી, ન્યારીનું પાણી 30 એપ્રિલ અને ભાદરનું પાણી 31 જુલાઇ 2022 સુધી ચાલશે તેવું મહાપાલિકાએ સતાવાર રીતે જાહેર કર્યુ છે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જળાશયોની આજે બપોરે 1:00 વાગ્યાની સ્થિતિ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, 29 ફૂટની ઊંડાઈ ધરાવતા આજી-1 ડેમની જળ સપાટીમાં વધારો થતા હાલની પાણીની સપાટી 27.45 ફૂટે પહોંચી છે. જ્યારે 25 ફૂટ ઊંડાઈ ધરાવતા ન્યારી-1 ડેમ પાણીની નવી આવકથી છલોછલ ભરાઈ ગયો છે અને વર્તમાન જળસ્તર 25 ફૂટે પહોંચેલ છે. આ ઉપરાંત 34 ફૂટની ઊંડાઈ ધરાવતા ભાદર-1 ડેમમાં નવી જળ રાશી સાથે વર્તમાન સપાટી 30.20 ફૂટે પહોંચી છે.
આજી-1 ડેમમાં છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 7.65 ફૂટનો વધારો. ન્યારી-1 ડેમમાં 7.71 ફોતનો વધારો અનેર ભાદર-1 ડેમમાં 6.10 ફૂટનો વધારો થયો હતો.

રાજકોટના પીવાના પાણીની જીવાદોરી સમાન આજી-1 ડેમ ઓવરફલો થવા આડે દોઢ ફૂટનું છેટુ રહ્યું છે. ગઇકાલે તો ડેમ છલકાઇ જવાની આશા હતી આથી જોખમી વિસ્તારમાં લોકોની અવરજવર ન થાય તે માટે મનપાએ વિજીલન્સ અને પોલીસ બંદોબસ્ત મુકી દીધો છે તો લોકોના ગેઇટને પણ લોક કરી દેવાયો છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement
Advertisement